હેલ્મેટ નિયમ ભંગમાં ગુજરાત મોખરે: રાજકોટ નંબર વન

15 October 2018 11:28 AM
Ahmedabad Gujarat
  • હેલ્મેટ નિયમ ભંગમાં ગુજરાત મોખરે: રાજકોટ નંબર વન
  • હેલ્મેટ નિયમ ભંગમાં ગુજરાત મોખરે: રાજકોટ નંબર વન

ટ્રાફીક સંબંધી નિયમોનો ભંગ કરવો હવે સ્ટેટસ સિમ્બોલ : ગુજરાતના શહેરોમાં 60% વધુ દ્વીચક્રી વાહન ચાલકો હેલ્મેટ પહેરતા નથી: રાજકોટમાં તો 97% નિયમ ભંગ કરે છે

Advertisement

નવી દિલ્હી: ‘તમારું માથું નિર્ણય તમારો’ તેવા સૂત્ર સાથે ગુજરાતમાં વારંવાર દ્વીચક્રી વાહન ધારકો માટે હેલ્મેટ પહેરવા માટેની ઝુંબેશ અને પોલીસ કાર્યવાહી છતાં રાજકોટ સહીતના ગુજરાતના શહેરોમાં મોટાભાગના દ્વીચક્રી વાહન ચાલકો હેલ્મેટ પહેરતા નથી અને આ નિયમભંગમાં રાજકોટ નંબર વન છે. રાજકોટમાં દર 100 દ્વીચક્રી વાહન ચાલકોમાં ફકત ત્રણ જ હેલ્મેટ પહેરે છે. જો કે ગુજરાતના મોટાભાગના શહેરોમાં હેલ્મેટ પહેરવાની બહું ચિંતા થતી નથી.
જયારે દેશના અન્ય મહાનગરોમાં ખૂબ જ સારી સ્થિતિ છે. મુંબઈ-બેંગ્લોર જેવા મહાનગરમાં 93% દ્વીચક્રી વાહન ચાલકો હેલ્મેટ ખરીદે છે. મોટર ચાલકો માટે પણ સીટ બેલ્ટ પહેરવો ફરજીયાત છે અને આ નિયમનો અમલ મુંબઈ-જયપુર જેવા મહાનગરોમાં સૌથી વધુ થાય છે.
સર્વોચ્ચ અદાલતે માર્ગ સલામતી અંગેના નિયમોમાં જે રીતે બેકાળજી સેવાય છે તે જોતા એક સર્વે કરવા કમીટી બનાવી છે. જેમાં આઈઆઈટી-દિલ્હી સહીતની સંસ્થાઓને આવરી લેવામાં આવી હતી. દ્વીચક્રી વાહન ચાલકોને હેલ્મેટ અને કાર ડ્રાઈવર માટે સીટ બેલ્ટ પહેરવાનું ફરજીયાત છે. ગુજરાતમાં આ નિયમનો સૌથી વધુ ગંભીર રાજકોટમાં થાય છે. હેલ્મેટ પહેરી દ્વીચક્રી વાહન ચલાવતા લોકોની સંખ્યા ફકત 3% છે. એટલે કે 97% આ નિયમનો ભંગ કરે છે. બાદમાં વડોદરામાં 91% પુનામાં 78%, સુરતમાં 71% અને અમદાવાદમાં 66% દ્વીચક્રી વાહન ચાલકો (બાઈક-સ્કુટર વિ.) હેલ્મેટ પહેરતા નથી.
જયારે હેલ્મેટ પહેરનારાઓમાં કોચી 93%, મુંબઈ 93%, બેંગ્લોર 91%, જયપુર 87% અને ગુડગાવ 83% છે. મતલબ કે આ વાહન ચાલકો નિયમ પાળવામાં અવલ્લ છે.
સીટ બેલ્ટ બાબતમાં પણ સૌથી વધુ નિયમ ભંગ કોટા 86%, હુબલી 85%, રોહતક 85%, હીસસાર 83% લોકો કરે છે.
પણ મુંબઈવાસીઓ કાર પ્રાઈસ કરતા સમયે સીટ બેલ્ટ બાંધવામાં જાગૃત છે. ફકત 3% મુંબઈવાસીઓજ સીટ બેલ્ટ નિયમીત બાંધતા નથી. જયપુરમાં ફકત 4%, પુનામાં 5%, કોચીમાં 14% અને કોલમમાં 16% લોકો સીટ બેલ્ટ બાંધતા નથી.
વાસ્તવમાં ગુજરાતમાં ટ્રાફીક નિયમોમાં બહું ચિંતા કરાતી નથી. અમદાવાદમાં હજું ટ્રાફીક પોલીસ નજરે ચડે છે. રાજકોટમાં આરટીઓ પોલીસ દ્વારા તેના સ્ટાફને હેલ્મેટ પહેરવાની ઝુંબેશ ચલાવાઈ હતી પણ ફકત વન વીક ઈવેન્ટ જેવી પુરવાર થઈ હતી.
આવી જ રીતે ટ્રાફીક નિયમોના ભંગને હવે એકએક સ્ટેટસ સિમ્બોલ ગણવામાં આવે છે. વાહનોની નંબર પ્લેટ નિયમ મુજબ ન રાખવી. કાર વાહનો પર પ્રેસ, પોલીસ, ધારાશાસ્ત્રી અને જ્ઞાતિવાદ વિ. દર્શાવતા લખાણો હોય છે. કારના કાળા કાચ નહી રાખવાનો નિયમ છે છતાં તેનો ખુલ્લેઆમ ભંગ થાય છે અને તે ભંગ કરનારા મોટાભાગે તેને ખુદનો રૂઆબ ગણષ છે અને પોલીસ જો એકશન લે તો તેની સામે રાજકીય વિ. ભલામણો આવી જાય છે.

ભુવા-ખાડાઓજ ગુજરાતમાં વર્ષે 228નો ભોગ લે છે: માર્ગ અકસ્માતમાં દેશમાં બીજા ક્રમે
શહેરી માર્ગો પર મોતમાં અમદાવાદ પ્રથમ ક્રમે
અમદાવાદ: ગુજરાતની ટ્રાફીક વ્યવસ્થા અંગે હાઈકોર્ટે પણ લાલ આંખ કર્યા બાદ ભાગ્યે જ કોઈ ફર્ક પડયો છે અને રાજયમાં ખાસ કરીને અમદાવાદમાં માર્ગ પર પડતા ‘ભુવા’ દેશભરમાં કુખ્યાત થઈ ગયા છે તથા
રાજયમાં માર્ગની ખરાબ હાલત પણ આડેધડ ચાલતા કાળજી વગરના માર્ગ બાંધકામથી મોટી સંખ્યામાં લોકો જીવન ગુમાવે છે. ફકત ભુવા પડયા કે તેવા ખાડાઓના કારણે ગુજરાતમાં આ વર્ષે 228 લોકોએ જીવન ગુમાવ્યા છે. જાહેર માર્ગ બાંધકામની ખરાબ હાલતથી 115 લોકોએ જીવન ગુમાવ્યા છે. દેશમાં માર્ગ અકસ્માત ગુજરાત ચોથા નંબરે છે. માર્ગ અકસ્માત-2017ના રીપાર્ટ મુજબ ઉતરપ્રદેશ 987 મહીલા 726 અને હરીયાણા 522 લોકોએ માર્ગના ખાડાના કારણે જીવન ગુમાવ્યા હતા. જયારે ગુજરાતમાં 228 લોકોએ આ કારણે જીવન ગુમાવ્યા હતા.
જો કે એકંદરે માર્ગો પરના અકસ્માતમાં ગુજરાતમાં રોજના 20 લોકો સરેરાશ મૃત્યુ પામે છે જે મુજબ 2017માં 7289 લોકોએ જીવન ગુમાવ્યા હતા. જેમાં 5.7% તો 18 વર્ષથી નીચેની વયના હતા અને 24.4% 25 વર્ષ કે તેથી નાની ઉંમરના હતા. દેશમાં માર્ગ અકસ્માતથી સૌથી વધુ મોત મધ્યપ્રદેશમાં 11690 થયા હતા. જો કે એકંદરે 2017માં માર્ગ અકસ્માતથી દેશમાં કુલ સમય 23713 માંથી ઘટીને 19081 થઈ હતી. જેમાં નેશનલ હાઈવે પર સૌથી વધુ અકસ્માત થાય છે.
ગુજરાતમાં માર્ગ અકસ્માતથી સૌથી વધુ મોત સુરતમાં 251 રાજકોટમાં 161 અમદાવાદમાં 336 અને વડોદરામાં 186 લોકોના મોત 2017માં થયા હતા.


Advertisement