જુનાગઢમાં તુલસીદાસજી જયંતિ મહોત્સવ ઉજવાયો

12 October 2018 12:14 PM
Junagadh Technology
Advertisement

જુનાગઢ તા. ૧ર ‘મનોરથી’ મનહરભાઈ વી. નિમાવતના અાયોજન મુજબ ‘રામચરિત માનસ’ના રચિયતા સંતશ્રી તુલસીદાસજી મહારાજની પ૦ર મી જયંતિ તાજેતરમાં જુનાગઢમાં ભુતનાથ મહાદેવ મંદીર, ભવનાથ મહાદેવ મંદીર, જલારામ મંદીર, અાઝાદ ચોક, જલારામ મંદીર, ઝાંઝરડા ચોકડી, અખંડ રામધુન મંડળ, અંબીકા ચોક, કેશરીયા હનુમાનજી મદીર, જાેષીપુરા, ડો.ડી.પી. ચીખલીયા હોસ્પીટલ, સીનીયર સીટીજન મંડળ, નાગરવાડા, લંબે હનુમાનજી મંદીર, ભવનાથ સ્થળે ઉજવવામાં અાવી. જેમાં અંબીકા ચોક પે્રમ પરીવાર અખંડ રામધુન મંડળ જુનાગઢને રર વષૅ પુરા થતા અને વ્યવસ્થાપક ચાંદ્રાણીભાઈનો ૮રમો જન્મદિવસ તથા મનહરભાઈના પૌત્ર પુજન, વિજયભાઈ નિમાવત (વંથલી)નો ૯મો જન્મદિવસ યોગાનુયોગ હોય ર૪ કલાક અખંડ ધુન ભજન, મહાઅારતી, દિપપ્રાગટય, મહાપ્રસાદ ભોજન ઉપરાંત વંથલીમાં ૧૬૧મો નેત્રયજ્ઞ, રપમો સવૅરોગ સારવાર (મફત દવા સાથેનો), ૩જાે મેગા નિદાન કેમ્પ યોજાયો. પયાૅવરણ માટે અૌષધી, ફળાઉરોપા, તુલસીરોપાઅોનું અમુલ્ય વિતરણ કરવામાં અાવ્યું. જેનો મોટી સંખ્યામાં લોકોઅે લાભ લીધો.


Advertisement