11,000 વિદ્યાર્થીનીઓએ બનાવ્યા 4 વર્લ્ડ રેકોર્ડ

12 October 2018 11:04 AM
India World
  • 11,000 વિદ્યાર્થીનીઓએ બનાવ્યા 4 વર્લ્ડ રેકોર્ડ

Advertisement

ગઇકાલે ઇન્ટરનેશનલ ડોટર્સ ડે નિમિતે ઉત્તર પ્રદેશના હરદોઇમાં 11,000 છોકરીઓ ખાસ વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે એકઠી થઇ હતી. એક સ્કૂલના ગ્રાઉન્ડમાં તમામ વિદ્યાર્થીનીઓએ પેઇન્ટિંગ કરીને બેટી બચાવો, બેટી પઢાઓનો સંદેશ આપ્યો હતો. ત્રણ કલાક માટે એકઠી થયેલી આ છોકરીઓએ ચાર વર્લ્ડ રેકોર્ડ બનાવી નાખ્યા હતા. ગઇકાલે હરદોઇના કસ્તુરબા વિદ્યાલયની છોકરીઓએ આ રેકોર્ડ માટેની તૈયારીઓ કરેલી. સવારે નવ વાગ્યાની આસપાસની સ્કૂલો અને કોેલેજોની વિદ્યાર્થીનીઓ હજારોની સંખ્યામાં અહીં આવી પહોંચી હતી. બાર વાગ્યા સુધી ચાલેલા આ કાર્યક્રમમાં 10,101 વિદ્યાર્થીનીઓએ પેઇન્ટિંગ દ્વારા દિકરીને બચાવવાનો સંદેશો આપવાનો રેકોર્ડ કર્યો હતો. 11,000થી વધુ છોકરીઓએ એકબીજાની પીઠ થપથપાવવાનો અને હાથ પકડીને લાંબી માનવશૃંખલા બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. આ ઉપરાંત સૌથી મોટી સંખ્યામાં બેટી બચાવો, બેટી પઢાઓના શપથ તેમણે લીધા હતા.


Advertisement