રાજકોટ ભાજપ મહિલા મોરચા દ્વારા બહેનો માટે ભવ્ય રાસોત્સવ યોજાયો

11 October 2018 06:46 PM
Rajkot

ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી પણ ગરબે ઝુમ્યા

Advertisement

રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીની અાગેવાનીમાં રેસકોષૅ ગ્રાઉન્ડમાં અાવેલ સહીયર રાસોત્સવના મેદાનમાં ફકત મહિલાઅો માટે અોપન રાજકોટ રાસોત્સવ યોજાયો હતો. શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, મેયર બીનાબેન અાચાયૅ, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ નયનાબેન પેઢડીયા, મહામંત્રી પુનીતાબેન પારેખની અાગેવાની હેઠળ તેમજ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોડૅના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ, ભાનુબેન બાબરીયા, કાશ્મીરાબેન નથવાણી, વંદનાબેન ભારદ્વાજની ઉપસ્થિતિમાં શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા દર વષૅની જેમ અા વષેૅ પણ શહેરના રેસકોષૅ ગ્રાઉન્ડમાં બહેનો માટે ભવ્ય રાસોત્સવનું અાયોજન કરવામાં અાવ્યું હતું. અા તકે રાસોત્સવમાં નિણાૅયક તરીકે ચારૂબેન મીરાણી, નીપાબેન, હીતાથીૅબેન શીલુઅે સેવા અાપી હતી. અા રાસોત્સવમાં શહેર ભાજપ મહિલા મોરચાના બહેનોઅે બહોળી સંખ્યામાં હાજરી રહી અા રાસોત્સવનો લાભ લીધો હતો.


Advertisement