કારડીયા રાજપૂત જ્ઞાતિ સમાજ દ્વારા તા.20ના ‘જય ભવાની’ રાસોત્સવ

11 October 2018 06:45 PM
Rajkot
Advertisement

રાજકોટ તા.11
કારડીયા રાજપૂત સમાજ-રામ મંદિર-2, રજપુત પરાના પ્રમુખ અરૂણભાઇ સોલંકીની યાદીમાં જણાવ્યું છે કે સમાજના દિકરા તેમજ દિકરીઓને રાસ રમવા માટે જય ભવાની રાસોત્સવનું આયોજન તા.20ને શનિવારના સાંજે 7 થી 11 કલાક સુધી જય સરદાર રાસોત્સવ ગ્રાઉન્ડ ખીજડાવાળો રોડ, બાલાજી હોલ સર્કલ 150 ફૂટ રીંગ રોડ રાજકોટ ખાતે કરવામાં આવેલ છે.
તેમજ વિદ્યાર્થી સત્કાર સમારંભનો કાર્યક્રમનું પણ આયોજન કરેલ હોય તા.31 સુધીમાં સમાજ વિદ્યાર્થીઓએ પરીક્ષાનું રીઝલ્ટ કારડીયા રાજપૂત સમાજ ઓફિસ મવડી ચોકડી 150 ફૂટ રીંગ રોડ ખાતે તાત્કાલીક પહોંચાડી જવા યાદીમાં જણાવાયું છે.


Advertisement