નવરાત્રી અને પતંગ ઉત્સવ ગુજરાતની બ્રાન્ડ ઈમેજ અાખા વિશ્ર્વમાં બની : વિજયભાઈ રૂપાણી

11 October 2018 06:44 PM
Rajkot

અમદાવાદમાં યોજાયેલ વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ ર૦૧૮ નો મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ : છતીસગઢના પ૦ કલાકારો, વિવિધ દેશોના રાજદુતો ૪૦ દેશોના વિશિષ્ટ અતિથિઅો મુખ્ય સચિવ ડો.જે.અેન.સિંઘ. સહિતના પદાધિકારીઅોની વિશાળ ઉપસ્થિતી

Advertisement

રાજકોટ તા.૧૧ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીઅે અમદાવાદમા યોજાયેલ વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કયોૅ હતો અને અા કાયૅક્રમનું સંબોધન કયુૅં હતું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીઅે સ્પષ્ટપણે જણાવ્યું કે, નવરાત્રિનું પવૅ શકિત ઉપાસના પવૅ છે. અા શકિતની ભકિત અાપણા સૌ માં અેવી ઉજાૅ સંચિત કરે કે, સમાજને તોડવા માગતા વિઘટનકારી તત્વોને પરાસ્ત કરી સમરસ અને સમૃદ્વ સમાજ નિમાૅણ કરીઅે.કે શકિતનું અા ઉપાસના પવૅ સૌને રાષ્ટ્ર ભકિત અને તે દ્વારા અાપણી માં ભારતી ને જગત જનની બનાવવાનો અેક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પ સાકાર કરનારું પવૅ બને. તે મુખ્યમંત્રી અમદાવાદ માં વાયબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ ર૦૧૮ નો પ્રારંભ કરાવતા સંબોધન કરી રહયા હતા.નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયમૂતિૅ જસ્ટિસ અેસ.સુભાષ રેડી તેમજ રાજય મંત્રી મંડળના મંત્રીઅો વિવિધ દેશો ના રાજદુતો અા અવસર ના સાક્ષી બન્યા હતા. વિજયભાઈઅે ઉમેયુૅં કે, નવરાત્રી અને પતંગ ઉત્સવ અે ગુજરાત ની બ્રાન્ડ ઈમેજ અાખા વિશ્ર્વ માં બની ગયા છે. અા નવરાત્રિ ઉત્સવ પ્રવાસન પ્રવૃતિને પણ વેગ અાપનારું પવૅ છે તેની ભૂમિકા અાપતા જણાવ્યું કે, ગુજરાતમાં ગામરુનગરરુશહેરોરુગલીરુમહોલ્લા દરેક જગ્યાઅે નાતરુજાત, ધમૅરુકોમના ભેદ ભૂલી અાબાદ વૃદ્વ સૌ કોઈ નવરાત્રિ ના નવ નવ દિવસો દરમ્યાન મન મૂકી ને ગરબા, રાસ દાંડીયા અને પ્રાચીનરુઅવાૅચીન ગરબામાં અાનંદ ઉલ્લાસથી જોડાય છે તેજ સમરસતા અેકતા નો સમાજ સંદેશ અાપે છે. મુખ્ય મંત્રીઅે સેપ્ટ અને ગુજરાત ટુરિઝમના સહયોગમાં તૈયાર કરાયેલ ''વનાૅકયુલર ફનિૅચર અોફ ગુજરાત''પુસ્તકનું વિમોચન કયુૅં હતું. હેરીટેજ થીમને ઘ્યાને રાખીને સમગ્ર નવરાત્રીનું અાયોજન કયુૅં છે. છત્તીસગઢના પ૦ કલાકારો પણ જોડાયા છે. પ્રવાસન મંત્રી ગણપતસિંહ વસાવા અને રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઅોના રાજય મંત્રી શ્રી ઈશ્ર્વરસિંહ પટેલે અાનંદનગરી સ્ટેચ્યુ અોફ યુનિટીના થીમ પવેલીયનને ખુલ્લા મુકયા હતા. અા પ્રસંગે ગુજરાત હાઈકોટૅના ન્યાયમૂતિૅઅો મંત્રીમંડળના સભ્યો સવૅ કૌશિકભાઈ પટેલ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સૌરભભાઈ પટેલ, સાંસદ ડો.કિરીટભાઈ સોલંકી, અમદાવાદના ધારાસભ્યઅો પ્રવાસન નિગમના ચેરમેન કમલેશભાઈ પટેલ, વિવિધ દેશોના રાજદૂતો ૪૦ દેશોમાંથી પધારેલ વિશિષ્ટ અતિથિઅો, મુખ્ય સચિવ ડો.જે.અેન.સિંઘ, પદાધિકારીઅો તથા નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.


Advertisement