મોબાઈલ એપના મારફતે રેલવે ટિકિટ બુક કરવાથી 5 ટકા બોનસ આપવાની યોજના 6 મહિના માટે લંબાવાઈ

11 October 2018 06:43 PM
Rajkot
Advertisement

પશ્ર્ચિમ રેલ્વે ના રાજકોટ મંડળે સ્ટેશનો માટે પણ યુટીએસ મોબાઈલ એપની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. યુટીલીટી માટે કસ્ટમર કેર પ્રણાલી સ્થાપવામાં આવી છે તથા બધા ડિવીઝનો ખાતે તે કાર્યરત છે. હેલ્પલાઈન નંબર 138 પર પ્રશિક્ષિત કર્મચારી પ્રવાસીઓની સમસ્યાના નિવારણ માટે પણ ઉપલબ્ધ છે.
રાજકોટ મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી પી.બી.નિનાવે દ્વારા અપાયેલ સમાચાર યાદી મુજબ આ ઓનલાઈન યુટીએસ એપને શરૂ કરવાનો મુખ્ય ઉદેશ પ્રવાસીઓને ડીઝીટલ ટિકીટીંગ તરફ જોડવાનો છે. મોબાઈલ ટિકીટીંગને પ્રોત્સાહીત કરવા માટે રેલવે દ્વારા દરેક આર-વેલેટ રિચાર્જ પર 5 ટકા બોનસ આપવામાં આવી રહ્યું છે તથા બોનસની આ યોજના વધુ 6 મહિના એટલે કે 24 ફેબ્રુઆરી 2019 સુધી લંબાવામાં આવી છે. પશ્ર્ચિમ રેલવેના બધા ડીવીઝન ખાતે ઓનલાઈન યુટીએસ એપની સુવિધા ઉપલબ્ધ થઈ ગઈ છે. રાજકોટ મંડળ દ્વારા પોતાના માનનીય પ્રવાસીઓને યુટીએસ મોબાઈલ ટિકીટીંગ એપ અપનાવવા તથા તેનો પ્રયોગ કરવા માટે આપવામાં આવેલ વધારાની સુવિધાઓનો લાભ લેવાનો આગ્રહ કરવામાં આવ્યો છે.


Advertisement