રવિવારે સદગુરૂ પરિવાર દ્વારા ૧૦૧ ગરબી મંડળની ૧ર૦૦ બાળાઅોને મહાપ્રસાદનું અાયોજન

11 October 2018 06:43 PM
Rajkot

મહામંડલેશ્ર્વર પૂ. શ્રી હરિચરણદાસજી મહારાજની વિશેષ ઉપસ્થિતિ

Advertisement

રાજકોટ, તા. ૧૧ સદગુરૂ પરિવાર દ્વારા દર વષૅની જેમ અા વષેૅ પણ મા જગદંબાના નવરાત્રી ઉત્સવ નિમિતે રાજકોટની ૧૦૧ ગરબી મંડળની ૧ર૦૦ બાળાઅો, ગુરૂભાઈઅો તથા બહેનોના મહાપ્રસાદનું અાયોજન અાગામી તા. ૧૪મીના રવિવારે લોહાણા મહાજનવાડી સાંગણવા ચોક ખાતે કરવામાં અાવેલ છે.અા પૂવેૅ તા. ૧૪ના રવિવારે લોહાણા મહાજન વાડી ખાતે કાયૅક્રમનું ઉદઘાટન શ્રી હરિચરણદાસજી મહારાજના વરદ હસ્તે થશે અઘ્યક્ષસ્થાને શ્રીમતી કાશ્મીરાબેન નથવાણી તથા પ્રવીણભાઈ વસાણી, શાંતુભાઈ રૂપારેલીયા, વરિષ્ઠ પત્રકાર કાંતિભાઈ કતિરા, રમેશભાઈ ઠકકર વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ઉપરોકત કાયૅક્રમને સફળ બનાવવા સદગુરૂ પરિવારના દાનાભાઈ ડાંગર, ઈશ્ર્વરભાઈ ખખ્ખર, જગદીશભાઈ બાટવીયા, શૈલેષભાઈ તન્ના વગેરે જહેમત ઉઠાવી રહયા છે.


Advertisement