સત્સંગી સેવક મનસુખભાઈ પરમારનો અાજે જન્મદિવસ : ૮૩મા વષૅમાં પ્રવેશ

11 October 2018 06:42 PM
Rajkot
Advertisement

રાજકોટ, તા. ૧૧ સત્સંગી સેવક, પત્રકાર અને મંત્રી મનસુખભાઈ મગનભાઈ પરમારનો અાજે જન્મદિવસ છે. તેમની જન્મ તારીખ ૧૧/૧૦/૧૯૩૬ છે. તેઅો અાજે ૮ર વષૅ પુરા કરી ૮૩માં વષૅમાં પ્રવેશ કરેલ છે. સ્વામિનારાયણ મુખ્ય મંદિર ભુપેન્દ્ર રોડ, રાજકોટના પૂજનીય, વંદનીય, વિધવાન, યુવાન, વિનમ્ર અને વિવેકી મહંત સ્વામી શ્રી રાધા રમણદાસજીના વરદ હસ્તે સત્સંગી સેવક, પત્રકાર અને મંત્રી મનસુખભાઈ મગનભાઈ પરમારનું શાલ અોઢાડી, હાર પહેરાવી, મૂતિૅ અપૅણ કરી 'શતમ જીવ શરદ'ના રૂડા અાશિવાૅદ સાથે સન્માન કયુૅ હતું. અા પ્રસંગે બાલાજી હનુમાનજી મંદિરના યુવાન કોઠારી સ્વામી મુનિવત્સલદાસજી સ્વામી તથા પાષૅદ કાન્તી ભગત (શીઘ્ર કવિ), પૂવૅ કોઠારી બાલાજી હનુમાનજી મંદિર પણ ઉપસ્થિત રહી રૂડા અાશિવાૅદ અાપ્યા હતા. બજરંગવાડી સકૅલ, સિનિયર સીટીઝન, પેન્શનર સમાજ રાજકોટના સેવાભાવી પ્રમુખ વાડોલીયા દ્વારા મનસુખભાઈ પરમારનું શાલ અોઢાડી સન્માન કરવામાં અાવનાર છે. મનસુખભાઈ અેમ. પરમારનો મોબાઈલ નં. ૯૪ર૮ર ૪૦૭૯પ છે.


Advertisement