સદી પુરાણી રાજકોટ મહાજન પાંજરાપોળ દ્વારા બિમાર પશુ માટેના બે નવનિમિૅત શેડનું રવિવારે ઉદઘાટન...

11 October 2018 06:40 PM
Rajkot

રાષ્ટ્રસંત નમ્રમુનિની પાવન નિશ્રામાં...: જીવદયાપ્રેમી કિશોરભાઈ કોરડીયા તથા મુંબઈના પ્રાણલાલ સુંદરજી શાહ પરિવાર દ્વારા શેડનું નિમાૅણ

Advertisement

રાજકોટ, તા. ૧૧ ''જીવતા જગતિયુ'' અા શબ્દ અાપણે ઘણીવાર સાંભળીઅે છીઅે. પણ રાજકોટ અને મુંબઈના બે જીવદયાપ્રેમીઅે'જીવતા જગતિયુ' શબ્દને ગરીમા બક્ષતુ કામ કયુૅ છે અને અા બંને જીવદયા પ્રેમીઅે જીવતા જીવ સ્વહસ્તે પોતાની સંપતિમાંથી અેક મોટો હિસ્સો ગૌમાતા માટે ફાળવી રાજકોટની સદી પુરાણી ખ્યાતનામ પાંજરાપોળમાં બિમાર પશુ માટે બે અધતન શેડ બનાવી અાપી સમાજ માટે નવો દાખલો બેસાડયો છે. રાજકોટમાં બિરાજમાન જૈનાચાયૅ યશોવિજયજી મ.સા. તથા રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજની નિશ્રામાં અાગામી તા. ૧૪/૧૦ને રવિવારે સવારે ૯.૩૦ વાગ્યે અા બંને દાતાઅો દ્વારા રાજકોટ મહાજન પાંજરાપોળ ખાતે નિમાૅણ પામેલ બિમાર પશુઅો માટે બે અધતન શેડનું ઉદઘાટન સમારોહ રાખવામાં અાવ્યો છે. રાજકોટ મહાજન પાંજરાપોળ અેટલે જીવદયાનું મંદિર, છેલ્લા ૧ર૧ વષૅ કરતાં વધુ સમયથી અનાથ અને બિમાર પશુઅોનું અાશ્રયસ્થાન. પાંજરાપોળમાં બિમાર પશુઅો માટે ખાસ બે અધતન શેડનું નિમાૅણ કરવામાં અાવ્યું છે. અા શેડમાં બિમાર પશુની સારવાર સાથે પશુ સાતાપૂવૅક રહી શકે અે તમામ બાબતોનું ખાસ ઘ્યાન રાખી સવલતો ઉભી કરવામાં અાવી છે. રાજકોટમાં ચાતુમાૅસ અથેૅ બિરાજમાન જૈન સંતોની પાવન નિશ્રામાં અાગામી તા. ૧૪ને રવિવારે સવારે અા બંને નવનિમિૅત શેડનો ઉદઘાટન સમારોહ રાખવામાં અાવ્યો છે. રાષ્ટ્રસંત પૂજયશ્રી નમ્રમુનિની પાવન નિશ્રામાં પાંજરાપોળ ખાતે નિમિૅત અધતન શેડનું ઉદઘાટન કરવામાં અાવશે. સદી જુની રાજકોટ મહાજન પાંજરાપોળમાં પાંચ હજાર કરતા વધુ પશુરુપક્ષીનો નિભાવ થાય છે. બિમાર અને અશકત પશુઅો મોટી સંખ્યામાં છે. બિમાર પશુની તમામ પ્રકારની સારવાર માટે પાંજરાપોળ દ્વારા જ પશુ ચિકિત્સાલય ચલાવાય છે. જેમાં ફુલટાઈમ પશુ ડોકટર અને અનુભવી સ્ટાફ સેવા અાપે છે. બિમાર પશુઅો માટે વષોૅ જુના ૬ શેડ છે. જેમાંથી બે શેડનું દાતાઅોના સહયોગથી નવનિમાૅણ કરવામાં અાવ્યું છે. રાજકોટના જીવદયા પ્રેમી કિશોરભાઈ કોરડીયા અને મુંબઈના પ્રાણલાલ સુંદરજી શાહ અને શ્રીમતી હિરાલક્ષ્મીબેન પ્રાણલાલ શાહ પરિવારના સહયોગથી અા બંને શેડનું નિમાૅણ કરવામાં અાવ્યું છે. નવ નિમિૅત બંને શેડના ઉદઘાટન પ્રસંગે રાષ્ટ્રસંત પૂજય નમ્રમુનિ મ.સા. ખાસ નિશ્રા પ્રદાન કરશે અને તેમના મુખેથી જીનવાણીરૂપી અાશીવૅચન અાપશે. પાંજરાપોળ ખાતે તા. ૧૪/૧૦ રવિવારે સવારેના ૯.૩૦ કલાકે યોજાનારા અા ઉદઘાટન સમારોહમાં સંતોરુસાઘ્વીજી ભગવંતો અને સમાજના દરેક વગૅના અાગેવાનો ઉધોગપતિઅો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. રાજકોટ મહાજન પાંજરાપોળ સવૅશ્રી સુમનભાઈ કામદાર, શ્રેયસભાઈ વિરાણી, કરણભાઈ શાહ, મુકેશભાઈ બાટવીયા, સંજયભાઈ મહેતા, યોગેશભાઈ શાહ, દિલીપભાઈ વસા, મેનેજર અરૂણભાઈ દોશી સહિતના અાગેવાનોઅે સમસ્ત સમાજને જીવદયાના અા યજ્ઞ પ્રસંગે ઉપસ્થિત રહેવા અનુરોધ કયોૅ છે. નવનિમિૅત શેડના ઉદઘાટન સમારોહના અાયોજન માટે પાંજરાપોળના તમામ અાગેવાનો તથા જીવદયા ગ્રુપના કાયૅકરો કાયૅરત છે.


Advertisement