દીક્ષા મહોત્સવ ઉજવવાનો અવસર રાજકોટને આપો

11 October 2018 06:40 PM
Rajkot

રાજકોટના સ્થા. જૈન સંઘોની રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.ને વિનંતી કરાઇ

Advertisement

રાજકોટ તા.11
રાજકોટ રોયલ પાકે સ્થાનકવાસી જૈન મોટા સંઘની પાવન અને પવિત્ર ભૂમિ ઉપર ગુજરાતરત્ન પૂ.સુશાંતમુનિ મ.સા.,રાષ્ટ્રસંત પૂ.ગુરુદેવ નમ્રમુનિ મ.સા.સહિત 75 પૂ.સંત - સતિજીઓનું ઐતિહાસિક સમૂહ ચાતુર્માસ ખૂબ સુંદર રીતે ઉજવાઇ રહયું છે. વિશાળ સંખ્યામાં ભાવિકો ઉપાસના એવમ્ આરાધના કરી રહ્યા છે.. આ ઐતિહાસિક સમૂહ ચાતુર્માસ માટે અવિસ્મરણીય અને યશ કલગી સમાન પ્રસંગ એટલે દીક્ષા મહોત્સવ.
આગામી દિવસોમાં રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પાવન નિશ્રામાં મુમુક્ષુ આત્માઓ સંયમ અંગીકાર કરવા થનગની રહ્યાં છે.આવા વૈરાગ્યના અને ત્યાગ માગે અંગીકાર કરવાના સમાચાર મળતાં જ સંયમ મહોત્સવનો મહા મૂલો લાભ પોતાના સંઘને મળે તે માટે સમગ્ર દેશના વિવિધ સંઘો તરફથી પૂ.ગુરુદેવને વિનંતિ પત્ર - સંદેશ શરૂ થઈ ગયાં હતાં. સમસ્ત રાજકોટ સ્થાનકવાસી જૈન સંઘના પદાધિકારીઓએ રાષ્ટ્રસંત પૂ.ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના ચરણ શરણમાં વિનંતી અર્થે આજરોજ વિવિધ સંઘો પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેલ.
સમસ્ત સ્થાનકવાસી જૈન સંઘના પદાધિકારીઓ એક જ સૂરમાં આ સંયમ મહોત્સવ (દીક્ષા મહોત્સવ) રાજકોટની ધન્ય ધરા પર ઉજવાય તે માટે ખભે ખભા મીલાવીને તન, મન, ધનથી સેવા અનુમોદના સાથે આ પ્રસંગને ભવ્યાતિભવ્ય બનાવવા માટે અપૂવે ઉમંગ, ઉલ્લાસ અને ઉત્સાહ વ્યક્ત કરેલ. પૂ.ગુરુદેવને નમ્ર છતાં આગ્રહભરી અને ભક્તિ ભાવ સાથે સંયમ મહોત્સવ રાજકોટમાં ઉજવાય તે માટે વિનંતિ કરી હતી.
સમસ્ત સ્થાનકવાસી જૈન સંઘો માટે ખુશીની પળ એ હતી જ્યારે આ દીક્ષા મહોત્સવનો લાભ પોતાના સંઘને મળે તે માટે સકળ સંઘો વચ્ચે મીઠી ખેંચતાણ ચાલી હતી.જેમાં મોટા સંઘના ઈશ્વરભાઈ દોશીએ "સમૂહ ચાતુર્માસનો લાભ પશ્ચિમ રાજકોટને મળ્યો તો દિક્ષાનો લાભ પૂર્વ રાજકોટ વિરાણી પૌષધશાળા,મોટા સંઘને મળે તેવી ભાવના ભાવી હતી." જયારે અજરામર સંઘના મધુભાઈ ખાંધારે તાજેતરમાં થયેલી ચાર દિક્ષાના બહોળા અનુભવનો હવાલો આપી અને અજરામર સંઘના આંગણે આ મહોત્સવ ઉજવાય તેવી આગ્રહભરી વિનંતી કરી હતી.સરદાર નગર ઉપાશ્રયવતી હરેશભાઈએ સંપૂર્ણ એકતા અને ભાઈચારાની ભાવનાથી પ્રસંગને ઉજવવા માટે સરદારનગર સંઘને લાભ આપવાની વિનંતિ કરી હતી."
જ્યારે મહાવીરનગરના કાંતિભાઈ શેઠે મહાવીરનગરની પુત્રીની દિક્ષાનો લાભ મહાવીરનગર સંઘને મળે તે માટે આગ્રહભરી વિનંતી કરી હતી.
આ તકે ઉપસ્થિત રહેલ રોયલપાર્ક મોટા સંઘના ચંદ્રકાંતભાઈ શેઠ, નેમિનાથ વીતરાગ સંઘના ભરતભાઈ દોશી,શ્રમજીવી સંઘના મહેશભાઈ મહેતા વગેરે વિવિધ સંઘના પદાધિકારીઓએ પૂ.ગુરુદેવને આ દીક્ષા મહોત્સવનો લાભ રાજકોટને જ પ્રાપ્ત થાય જેથી ધમેનગરી રાજકોટના અબાલ વૃધ્ધો સૌ સંયમ પ્રેમીઓ લાભ લઇ શકે તે માટે રાજકોટને જ આપવા માટે પુન : પુન: વિનંતિ કરી હતી.
પૂ.ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબે સમસ્ત સ્થાનકવાસી જૈન સંઘના પદાધિકારીઓની વિનંતિને માન આપી અને બે દિવસમાં શુભ સંદેશ આપવાના આશ્વાસન સાથે આશીર્વચન પાઠવ્યા હતાં.


Advertisement