રાંદડા તળાવના બાવળના ઝાડ નીચેથી વિદેશીદારૂની-૮૪ બોટલો મળી

11 October 2018 06:38 PM
Rajkot Crime

અજાણ્યા શખ્સો વિરૂઘ્ધ અાજીડેમ પોલીસે ગુનો નોંધી શોધખોળ શરૂ

Advertisement

રાજકોટ તા. ૧૧ શહેરના રાંદડા તળાવના કાંઠે બાવળના ઝાડ નીચેથી અાજીડેમ પોલીસ સ્ટેશનના સ્ટાફે ચોક્કસ બાતમીના અાધારે વિદેશીદારૂની ૮૪ બોટલ કીમત રૂા. ૩૩૬૦૦/રુ ની કબ્જે કરી હતી. મળતી માહિતી મુજબ પ્રઘ્યુમનપાકૅ તરફ જવાના કાચા રસ્તે રાંદડા તળાવના કાઠાના બાવળીયા નીચે વિદેશીદારૂનો જથ્થો હોવાની બાતમી અાજીડેમ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મહિપાલસીહ દશરથસિંહ ઝાલાને પોલીસ પેટ્રોલીગ દરમ્યાન મળતા બાતમીવાળા સ્થળ પર દરોડો કરી વિદેશી દારૂની ૮૪ બોટલ કીમત રૂ. ૩૩૬૦૦/રુ ની કબ્જે કરી હતી. બાવળીયા ઝાડ નીચેથી વિદેશી દારૂની બોટલો રેઢી મળી અાવતા અજાણ્યા શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Advertisement