આટકોટ-પાંચવડા રોડ પર જુગાર દરોડો 5 શખ્સો રોકડ 12260 સાથે ઝડપાયા

11 October 2018 06:37 PM
Rajkot
Advertisement

રાજકોટ તા.11
ગઈકાલે આટકોટ પોલીસે પાંચવડા રોડ પર બાતમીના આધારે જુગાર દરોડો પાડી 5 પંટરોને રોકડ રૂપિયા 12260/- સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગતો મુજબ આટકોટથી પાંચવડા તરફ જવાના રોડ પર ભાદર નદીના કાંઠે જુગાર રમાતો હોવાની બાતમી પરથી આટકોટ પોલીસે જુગાર દરોડો પાડ્યો હતો. પોલીસે બાતમી વાળી જગ્યાએથી જુગાર રમતા 5 શખ્શોને રોકડ રકમ 12260/- સાથે પકડી પાડ્યા હતા.
પકડાયેલા શાખ્શોમાં હરેશ બઘા ડોટા, રમેશ સામંત ડોટા, ધર્મેશ ધીરુ ભટ્ટી, વનરાજસિંહ રામસિંહ રાયઝાદા, તથા ઘનશ્યા જીવ સાપરા (રહે.બધા કૈલાશનગર, આટકોટ)નો સમાવેશ થતો હોવાનું જમાદાર ગોપાલભાઈ મોહનભાઈ ધાધલે જણાવ્યું હતું.


Advertisement