ત્રીસ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા રિઢા તસ્કરની પાસા હેઠળ અટકાયત

11 October 2018 06:36 PM
Rajkot

પાસાનું વોરંટ ઈશ્યુ થયા બાદ એક વર્ષથી આરોપી ફરાર હતો: વડોદરા જેલમાં ધકેલાયો

Advertisement

રાજકોટ તા.11
ત્રીસથી વધુ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કર્યા બાદ તેની સામે પાસાનું વોરંટ પેન્ડીંગ હોય તેની બજવણી કરી વડોદરા જેલ હવાલે કરી દીધો હતો. પાસાનું વોરંટ ઈશ્યુ થયા બાદ આરોપી એક વર્ષથી નાસતો ફરતો હતો.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલા રીઢા તસ્કર આનંદ ઉર્ફે રાજેશ જેસીંગ સીતપરા (ઉ.38) (રહે. ખારીયા ગામ તા.લાલપુર)ને ગઈકાલે ક્રાઈમ બ્રાંચની ટીમે તેના સાગરીત સાથે ઝડપી લીધો હતો. આરોપીઓ સામે 30 ઘરફોડ ચોરીના ગુના નોંધાઈ ચૂકયા છે. આરોપી સામે ગત તા.1/8/2017ના પાસાનું વોરંટ ઈશ્યુ થયુ હતું. ત્યારબાદથી આરોપી ફરાર હોય વોરંટની બજવણી તઈ શકી ન હતી. દરમિયાન આરોપી પકડાઈ જતા પીસીબી શાખાના પીઆઈ એમ.ડી. ચન્દ્રવાડીયાની સૂચનાથી સ્ટાફે વોરંટની બજવણી કરી આરોપીની પાસે હેઠળ અટકાયત કરી તેને વડોદરા જેલહવાલે કરી દેવામાં આવ્યો હતો.


Advertisement