દશ લાખનો ચેક પરત ફરતા વેપારી સામે ફોજદારી ફરિયાદ

11 October 2018 06:36 PM
Rajkot
Advertisement

રાજકોટ તા. ૧૧ રાજકોટમાં ઈમીટેશનનું જાેબવકૅ કરતા વેપારી સામે ચેક રીટૅન થતા કોટૅમાં ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં અાવી હતી. ફરીયાદની હકીકત અેવી છે કે અા કામના ફરીયાદી વેપારીઅે અોળખાણ, વિશ્ર્વાસ અને મીત્રતાના સંબંધોના કારણે તા. ૧૦,૦૦,૦૦૦ દીલીપભાઈ વલ્લભભાઈ રામાણીને ઉછીના અાપેલ હતા અને દીલીપભાઈઅે સહી કરી ફરીયાદી કીરીટભાઈને ચેક અાપેલ પરત ફયાૅ હતા. અા કામના ફરીયાદીઅે રાજકોટની કોટૅમાં નેગોશ્યેબલ ઈન્સ્ટ્રુમેન્ટ અેકટ હેઠળ ફરીયાદ દાખલ કરેલ છે. અને કોટૅ દ્રારા કેસની ગંભીરતા અને ફરીયાદીની હકીકતને ઘ્યાને રાખી ફોજદારી કેસ તરીકે રજીસ્ટરે લેવા હુકમ કરેલ છે. અને દીલીપભાઈ રામાણી સામે સમન્સ ઈશ્યુ કરી અદાલતમાં હાજર થવા હુકમ કરેલ છે. અા કામમાં ફરીયાદી કિરીટભાઈ લક્ષ્મણભાઈ ભાલોડીયા વતી અેડવોકેટ જયવીર બારૈયા, મીલન જાેષી, રવિરાજસિંહ જાડેજા, દીપ વ્યાસ અેડવોકેટ તરીકે રોકાયેલા છે.


Advertisement