પીયર જવું હોય તો જા દારૂ તો પીવાશે રસુલપરામાં પતિએ પત્નીને તલવારના ઘા માર્યા

11 October 2018 06:36 PM
Rajkot Crime

દારૂ પી પત્ની અને સાળીને ગાળો ભાંડયા બાદ સાસરીયે જઇ ધમાલ મચાવી

Advertisement

રાજકોટ તા.11
ગોંડલ રોડ પર રસુલપરામાં રહેતા શખ્સે દારૂ ઢીંચી પત્ની અને સાળીને બેફામ ગાળો આપ્યા બાદ સાસરીયાના ઘરે જઇ ધમાલ મચાવી પત્નીને તલવારના ઘા ઝીંકી દીધા હતા.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ ગોંડલ રોડ પર રસુલપરા શેરી નં.1 ઝમઝમ ચોક ખાતે રહેતી કાજલ નરેશભાઇ ગોહેલ (ઉ.2પ) નામની પરિણીતાએ તાલુકા પોલીસ મથકમાં પોતાના પતિ નરેશ ગોર્ધનભાઇ ગોહેલ સાથે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ પરિણીતાનો લગ્નગાળો આઠ વર્ષનો છે અને તેને સંતાનમાં બે પુત્રી છે. ગઇકાલ સાંજ તે ઘરે હતી. દરમિયાન તેની બહેન અલ્પા મળવા આવી હતી. બંને બહેનો વાતો કરતી હતી. તેવામાં પતિ નરેશ દારૂ ઢીંચી ઘસી આવ્યો હતો. તેણે પત્ની કાજલ અને સાળી અલ્પાને બેફામ ગાળો દેવાનું શરૂ કર્યુ હતું. જેથી 5ત્નીએ દારૂ ન પીવાનું કહેતા પતિએ ઉશ્કેરાઇ તારે પીયર જવું હોય તો દારૂ તો પીવાશે તેમ કહેતા પરિણીતા તેની પુત્રીને લઇ નજીકમાં જ રહેતા પોતાના માવતરના ઘરે ચાલી ગઇ હતી.
બાદમાં નશાની હાલતમાં નરેશ સાસરીયે ઘસી આવ્યા હતા અને તેણે ગાળો આપી તલવારનો પત્નીના પીઠના ભાગે ઘા મારી તેને ઇજા પહોંચાડી હતી. બનાવ અંગે તાલુકા પોલીસે પરિણીતાની ફરિયાદ પરથી તેના પતિ સામે આઇપીસીની કલમ 324, પ00 તથા જીપીએકટ 135(1) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


Advertisement