પુરૂષાથૅ પેટ્રોલીયમમાંથી ર૧૦૦ લીટર બાયોડીઝલનો જથ્થો ઝડપાયો

11 October 2018 06:35 PM
Rajkot
  • પુરૂષાથૅ પેટ્રોલીયમમાંથી ર૧૦૦ લીટર બાયોડીઝલનો જથ્થો ઝડપાયો

અાટકોટ નજીક અેલસીબીની ટીમનો દરોડો: પેટ્રોલપંપમાં ડીઝલની સાથે બોયોડીઝલનું પણ વેચાણ થતુ: અેક માસથી કારાસ્તાન ચાલતુ હતુ: અેકની અટક

Advertisement

રાજકોટ તા. ૧૧ અાટકોટ નજીક રાજકોટ અેલ.સી.બી.ની ટીમે પુરૂષાથૅ પેટ્રોલીયમમાં દરોડો પાડી ગેરકાયદે બાયોડીઝલનું વેચાણ કરવાના કૌભાંડનો પદાૅફાશ કયોૅ હતો. પોલીસે અહીથી ર૧૦૦ લીટર બાયોડીઝલનો જથ્થો કબજે કરી પંપના સંચાલકની અટકાયત કરી હતી. બનાવની જાણવા મળતી વિગતો મુજબ અેલસીબીના ઈન્ચાજૅ પી.અાઈ. જે.અેમ.ચાવડાની રાહબરીમાં પી.અેસ.અાઈ. અેચ.અે. જાડેજા તથા સ્ટાફ પેટ્રોલીગમાં હતો દરમિયાન થયેલી સચોટ બાતમીના અાધારે અાટકોટ રાજકોટ રોડ પર પુરૂષાથૅ પેટ્રોલીયમમાં દરોડો પાડી ર૧૦૦ લીટર બાયોડીઝલનો જથ્થો ઝડપી લીધો હતો. અા અંગે પી.અાઈ. જે.અેમ. ચાવડાઅે જણાવ્યંુ હતું કે, શંકાસ્પદ જણાતા અા જવલનશીલ પ્રવાહી સાથે પંપના સંચાલક મનીષ અનંતરાય ઠાકર (રહે. અાટકોટ બસ સ્ટેન્ડ સામે ગાયત્રીનગર)ની અટક કરી તેની પુછપરછ શરૂ કરી હતી. પ્રાથમિક પુછપરછમાં છેલ્લા અેક માસથી બાયોડીઝલનું વેચાણ થતું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્રારા હાલ ૯૪,પ૦૦ ની કિમતનો અા જથ્થો ૪૧(૧)ડી મુજબ કબજે કરી કાયદેસરની કાયૅવાહી કરી છે.


Advertisement