મઘ્યસ્થ જેલમાં સાથી મહિલા કેદી સાથે ઝઘડો થતાં યુવતીનો આપઘાતનો પ્રયાસ

11 October 2018 06:34 PM
Rajkot

પ્રેમીને તેજલ નામની યુવતી સાથે પ્રેમસંબંધ હોવાથી ઘંટેશ્ર્વરમાં રહેતી સપનાએ સળગાવીને મોતને ઘાટ ઉતારી હતી તે ગુનામાં સપના જેલમાં છે : રાત્રીનાં સમયે સાથી મહિલા કેદી સાથે થતાં સાબુ ખાઇ લેતા સિવિલમાં ખસેડી

Advertisement

રાજકોટ તા.11
રાજકોટનાં મઘ્યસ્થ જેલમાં સાથી મહિલા કેદી સાથે ઝઘડો થતાં હત્યાનાં ગુનામાં સજા ભોગવતી મહિલાએ સાબુ ખાઇ લેતા તેને સારવારમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર પોપટપરા સેન્ટ્રલ જેલમાં સપના હરીભાઇ ગામીત (ઉ.વ.22) નામની યુવતીએ સાબુ ખાઇ લેતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલનાં પ્રિઝનર્સ વોર્ડમાં ખસેડવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે સપનાનો પ્રેમી કાનાને તેજલ અશોકભાઇ કોળી નામની મહિલા સાથે પ્રેમસંબંધ હતો. જે સપનાને ગમતું નહોતું. સપના તેજલ અને કાનો ઘંટેશ્ર્વર પાસે એક જ મકાનમાં રહેતા હતા.
તે દરમિયાન સપનાએ તેજલને કેરોસીન છાંટી સળગાવી દીધી હતી અને સારવાર દરમિયાન તેમનું મોત થતાં બનાવ હત્યામાં પલટાયો હતો. જે ગુનામાં સપનાની ધરપકડ થતાં મઘ્યસ્થ જેલમાં ધકેલી દીધી છે. જો કે આ બનાવમાં પ્ર.નગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી છે.


Advertisement