અમીત શાહ ગુજરાતમાં: વતનમાં માતાજીના મંદિરે દર્શન કર્યા: સાંજે રૂપાણી સાથે બેઠક

11 October 2018 05:10 PM
Ahmedabad Gujarat
  • અમીત શાહ ગુજરાતમાં: વતનમાં માતાજીના 
મંદિરે દર્શન કર્યા: સાંજે રૂપાણી સાથે બેઠક

Advertisement

ગાંધીનગર તા.11
ભાજપના ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે ગુજરાત આવી ગયા છે, માણસા સ્થિત પોતાના પૈતૃક ગામના સ્થાનિક બહુચર માતાજીના મંદિરમાં પૂજાના કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા રાષ્ટ્રીય અધ્યક્ષ ની આ મુલાકાત ખુબજ સૂચક માનવામાં આવી રહી છે.તો બીજી તરફ આજે મોડી સાંજે અમિત શાહ મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી અને ગૃહ રાજ્ય મંત્રી સાથે ગુજરાતની વર્તમાન સ્થિતી અંગે મહત્વની બેઠક કરશે . તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે.અને પર પ્રાંતનાં લોકોને વિશ્વાસમાં લેવા સંબંધે સરકાર અને સંગઠનમાં માર્ગદર્શન આપશે.
સાબરકાંઠા ના ઢુંઢર ખાતે બનેલી ઘટના બાદ પરપ્રાંતિય શ્રમજીવીઓ એ ગુજરાતમાં થી હિજરત કરવી પડી , જેના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડ્યા છે. ત્યારે ગુજરાતની ડામાડોળ બનેલી સ્થિતિ ને થાળે પાડવા ભાજપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી સાથે બેઠક કરશે.સાથે સાથે ગુજરાતમાં કાર્યરત હિન્દી ભાષી સંગઠનો સાથે પણ અમિત શાહ મિટિંગ કરવાના છે તેમ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પરપ્રાંતિય પરિવારો પર થયેલા હુમલા થી ગુજરાતમાં કાયદો વ્યવસ્થા ઉપર અનેક સવાલો ઉભા થયા છે. તો બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પણ સદ્દભાવના ઉપવાસ શરૂ કર્યા છે. પરિણામે રાજ્યની સ્થિતિ સામાન્ય બની જાય અને આવી રહેલી લોકસભા ચૂંટણી પહેલાં મામલો થાળે પડે તેમાટે અમિત શાહ તેમની આ મુલાકાત દરમ્યાન તબક્કાવાર બેઠકો કરી પરિસ્થિતિ નો તાગ મેળવશે. અને તેમને મળેલ રિપોર્ટ આધારે ચર્ચા કરી મામલો થાળે પાડવા પ્રયત્ન કરશે તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.


Advertisement