કાલે શિક્ષણબોર્ડની સામાન્ય સભા : રાત્રી શાળાની મંજૂરી, રીએસેસમેન્ટ સહિતના પ્રશ્ર્નો ઉછળશે

11 October 2018 05:09 PM
Ahmedabad Gujarat
  • કાલે શિક્ષણબોર્ડની સામાન્ય સભા : રાત્રી શાળાની  મંજૂરી, રીએસેસમેન્ટ સહિતના પ્રશ્ર્નો ઉછળશે

પરીક્ષાચોરી માટે વગોવાયેલા કેન્દ્ર બદલવાની વિદ્યાર્થીઓને છુટ્ટ આપવા માંગ : નવી શાળાઓની મંજૂરી અંગે પણ થનારી ચર્ચા-વિચારણા

Advertisement

રાજકોટ તા.11
ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્યસભા આવતીકાલે તા.12ના ગાંધીનગર ખાતે આયોજીત કરવામાં આવેલ છે. જેમાં કેટલાક મહત્વના પ્રશ્ર્નો અંગે ચર્ચા વિચારણા કરી નિર્ણયો લેવામાં આવનાર છે.
શિક્ષણબોર્ડની આ સામાન્ય સભામાં શિક્ષણબોર્ડના મેમ્બર ડો.પ્રિયવદન કોરાટ, ડો.નિદિત બારોટ નરેન્દ્રભાઇ સહિતના દ્વારા ખાસ પ્રસ્તાવો મૂકવામાં આવેલ છે.
જેમાં અન્ય રાજયોની જેમ ગુજરાતમાં પણ રાત્રી શાળા શરૂ કરવા માટે મંજૂરી આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવેલ છે. અહીં એ ઉલ્લેખનીય છે કે હાલ ગુજરાતમાં રાત્રી શાળાઓ ચાલતી નથી.
આ સંજોગોમાં જો ગુજરાતમાં રાત્રી શાળા શરૂ કરવાની મંજૂરી આપવામાં આવે તો તે નિરીક્ષરો માટે શિક્ષણ મેળવવામાં સુવિધારૂપ બની શકે તેમ છે. આ ઉપરાંત બોર્ડના જે કેન્દ્રો પરીક્ષાચોરી માટે વગોવાયેલા હોય આવા કેન્દ્રો બદલવા માટે જો કોઇ પ્રમાણિક વિદ્યાર્થીઓ દ્વારા માંગણી મૂકવામાં આવે તો તેને પરીક્ષા કેન્દ્ર બદલવાની મંજૂરી આપવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવેલ છે.
આ ઉપરાંત ધો.12 વિજ્ઞાનપ્રવાહમાં બે વિષયમાં રીએસેસમેન્ટ માટે મંજૂરી આપવા પણ માંગણી મૂકવામાં આવી છે. તેમજ બોર્ડની આ સભામાં નવી શાળાઓની મંજૂરી સહિતના પ્રશ્ર્નો અંગે ચર્ચા કરી મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવે આવનાર હોવાનું જાણવા મળ્યું છે.


Advertisement