ડેંગ્યુના મચ્છરોના રાસ ચાલુ : સપ્તાહમાં વધુ 23 કેસ

11 October 2018 05:06 PM
Rajkot
  • ડેંગ્યુના મચ્છરોના રાસ ચાલુ : સપ્તાહમાં વધુ 23 કેસ

ભાદરવાના તડકા છતાં ખતરનાક તાવ બેકાબૂ : શરદી, ઉધરસ, તાવ, ઝાડા-ઉલ્ટી સહિત નવા અઢીસો દર્દીની નોંધણી : ફફડાટ યથાવત

Advertisement

રાજકોટ તા.11
રાજકોટ મહાનગરમાં ડેંગ્યુના તાવે આ વર્ષે લોકોમાં રીતસર ભય ફેલાવી દીધો છે ત્યારે ભાદરવાના ખૂબ તડકા છતાં ડેંગ્યુના મચ્છરો શાંત પડવાનું નામ લેતા નથી. છેલ્લા સપ્તાહમાં રાજકોટના જુદા-જુદા વિસ્તારોમાં આ જીવલેણ તાવના વધુ 23 કેસ નોંધાયાનું સત્તાવાર રીતે આરોગ્ય શાખાએ આજે જાહેર કરતા નવરાત્રીના દિવસોમાં લોકોમાં વધુ ભય ફેલાય તેવો માહોલ સર્જાઇ ગયો છે.
આરોગ્ય શાખાએ આજે જાહેર કરેલા સાપ્તાહિક રીપોર્ટ મુજબ અઠવાડીયામાં ડેંગ્યુના નવા 23 દર્દીની નોંધ ચોપડે થઇ છે. જે વિસ્તારમાં ડેંગ્યુના દર્દી નોંધાયા છે તેમાં ગુલાબનગર, આંબેડકરનગર, વાવડી, પોપટપરા, સિતારામ પાર્ક, ઠક્કરબાપા હરીજનવાસ, ખોડીયારનગર, ઇન્દિરાનગર, બેડીપરા, જંગલેશ્ર્વર, ગુલાબવાડી, અક્ષરનગર, ભીમરાવનગર, ઇન્ડિયન પાર્ક, રાણીમાં રૂડીમાં ચોક, જાગનાથ પ્લોટ, શિવનગર, લોધેશ્ર્વર, ગંજીવાડા, શુભમ પાર્ક, જિલ્લા ગાર્ડન સ્લમ કવાર્ટર, ઉમાકાંત ઉદ્યોગનગર અને રામનાથપરાનો સમાવેશ થાય છે. આ તમામ વિસ્તારમાં મેલેરીયા શાખાએ આરોગ્યલક્ષી કામગીરી માટે દોડધામ કરી હતી.
આ સિવાય સપ્તાહમાં નોંધાયેલા 2પ0 જેટલા દર્દીઓમાં સામાન્ય શરદી, ઉધરસ, તાવના 142, ઝાડા ઉલ્ટીના 83, તાવના 2, મરડાના 6, મેલેરીયાના પાંચ, કમળાના 3 અને અન્ય તાવના 24 દર્દીઓનો સમાવેશ થાય છે.
આરોગ્ય અને મેલેરીયા વિભાગે સપ્તાહમાં 32478 ઘરનો સર્વે કરીને 8745 મકાનમાં મચ્છરોના નાસ માટે ફોગીંગ કર્યુ હતું. 211 શાળા, કોલેજ, હોટેલ, હોસ્પિટલ, બાંધકામ, સાઇટમાં ચેકીંગ કરીને બેદરકારી બદલ 143 આસામીને નોટીસ આપવામાં આવી હતી. 98 ફરિયાદનો નિકાલ કરીને રૂા.4પ300નો વહિવટી ચાર્જ પણ વસુલવામાં આવ્યો હતો. 35 જગ્યાએ પોરાભક્ષક માછલીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ફૂડ વિભાગ
ફૂડ તંત્ર દ્વારા સપ્તાહમાં 91 રેંકડી, 210 દુકાન, 12 ડેરી, 8 હોટલ, 17 બેકરી સહિત 338 જગ્યાએ ખાણીપીણીનું
ચેકીંગ કરીને બે નમૂના લેવામાં
આવ્યા હતા તો 175 ધંધાર્થીને નોટીસ અપાઇ છે.
આ કામગીરી કમિશ્નર બંછાનિધિ પાનીની સૂચનાથી ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડ, ડો.ચૂનારા, ડો.વિસાણી, ડેઝી ઓફિસર અમીત પંચાલ, બાયોલોજીસ્ટ વૈશાલીબેન રાઠોડ, મેલેરીયા અને ફૂડ વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી હતી.


Advertisement