રાફેલ સોદા વિષે નવા ખુલાસા પછી રાહુલ ધગ્યા: સંરક્ષણ પ્રધાન મારતે ઘોડે ફ્રાંસ કેમ પહોંચ્યા

11 October 2018 05:04 PM
India
  • રાફેલ સોદા વિષે નવા ખુલાસા પછી રાહુલ ધગ્યા: સંરક્ષણ પ્રધાન મારતે ઘોડે ફ્રાંસ કેમ પહોંચ્યા

મોદીએ અનિલ અંબાણીના ખિસ્સામાં 30000 કરોડ ભરી દીધા

Advertisement

નવી દિલ્હી તા.11
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ સોદા બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ફરી આકરા પ્રહારો કર્યા છે. આજે પત્રકારો સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે રાફેલ વિષે નવા ખુલાસાથી સ્પષ્ટ બન્યું છે કે વડાપ્રધાને રૂા.30000 કરોડ અનિલ અંબાણીના ખિસ્સામાં નાખ્યા છે.
રાહુલે સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણની ફ્રાંસ મુલાકાત વિષે પણ સવાલ કર્યા હતા. ફ્રાંસની વેબસાઈટ મીડીયા પાર્ટના અહેવાલનો હવાલો આપી. કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યું હતું કે હવે દસો (રાફેલ વિમાન ઉત્પાદક કંપની)ના સિનીયર એકઝીકયુટીવે પણ જણાવ્યું છે કે મોદીના કહેવાથી રિલાયન્સને રાફેલ સોદામાં સામેલ કરવામાં આવી હતી.
રાહુલે ફ્રાંસના પુર્વ પ્રમુખ ઓલાંદાને પણ હાંકી જણાવ્યું હતું કે ભારતે અનિલ અંબાણીની કંપનીને ઓફસેટ પાર્ટનર બનાવવા આગ્રહ રાખ્યો હતો.
રાહુલે પૂછયું હતું કે એવી કઈ તાકીદની સ્થિતિ ઉભી થઈ છે જેથી સંરક્ષણ પ્રધાન ફ્રાંસ દોડી ગયા છે.
રાહુલે જણાવ્યું હતું કે દાસોંને ભારતનો કોન્ટ્રેકટ મળ્યો છે એથી એ ભારત સરકાર કહેશે એ જ કહે. કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે હજુ પણ બીજા કેટલાક કોન્ટ્રાકટ વિષે સચ્ચાઈ સામે આવશે.
એરસેલ મેકસીસ સોદામાં કાર્તિ ચિદમ્બરમ પરના દરોડા બાબતે તેમણે જણાવ્યું હતું કે તે તેમને દબાવવા પ્રયાસ કરશે, પણ અમારા સવાલોનો જવાબ નહીં આપે. તેમણે વધુ એક વખત
વડાપ્રધાન દેશની નહીં પણ અનિલ અંબાણીની ચોકીદારી કરવાનો આરોપ મુકયો હતો.


Advertisement