પરપ્રાંતિયો પરના હુમલા પ્રકરણમાં અલ્પેશ ઠાકોરના સદભાવના ઉપવાસ : કોંગ્રેસ સામે કડક પગલા લેવા પડકાર

11 October 2018 01:43 PM
Ahmedabad Gujarat
  • પરપ્રાંતિયો પરના હુમલા પ્રકરણમાં અલ્પેશ ઠાકોરના સદભાવના ઉપવાસ : કોંગ્રેસ સામે કડક પગલા લેવા પડકાર

મુખ્યપ્રધાનને સંબોધી ખુલ્લો પત્ર બહાર અાવ્યો

Advertisement

અમદાવાદ, તા. ૧૧ ગુજરાતમાં ઉતર ભારતીયો પરના હુમલા પાછળ ક્ષત્રિયરુઠાકોર સેના અને તેના નેતા કોંગ્રેસી ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો હાથ હોવાનો અાક્ષેપ ભાજપના રાજયના અને કેન્દ્રના નેતાઅો કરી રહયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીઅે પણ અાડકતરી રીતે પરપ્રાંતીયો પરના હુમલાનો ઉલ્લેખ કરી કોંગ્રેસ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવતી હોવાનો અાક્ષેપ કયોૅ હતો. અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસ અાવા અાક્ષેપ નકારવા સાથે રાજય સરકારની નિષ્ફળતા સામે અાંગળી ચીંધી રહયા છે. અલ્પેશ ઠાકોરે ભાજપના અાક્ષેપોને તેમનું રાજકીય અેન્કાઉન્ટર કરવાનું ષડયંત્ર ગણાવ્યું હતું તેમણે રાજકીય અેન્કાઉન્ટર કરવાનું ષડયંત્ર ગણાવ્યું હતું. તેમણે હવે અાજે સદભાવના ઉપવાસ કયાૅ છે. કોંગ્રેસ અઘ્યક્ષ રાહુલ ગાંધીઅે ગઈકાલે તેમની સાથે ફોન પર વાત કરી હતી. બીજી બાજુ, રાજયમાં પરપ્રાંતિયો પરના હુમલાના બનાવો નથી પણ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રાજકીય યુઘ્ધ ચરમસીમાઅે પહોંચી રહયું છે. અાવા ઘટનાક્રમ વચ્ચે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને લખાયેલો ખુલ્લો પત્ર સામે અાવ્યો છે. પત્રમાં મુખ્યપ્રધાનને સંબોધન કરી જણાવાયું છે કે સરકાર પોતાની નિષ્ફળતા અને નબળાઈ સ્વીકારવાના બદલે કોંગ્રેસ પર અાક્ષેપો કરી દોષનો ટોપલો ઢોળી દેવામાં ઉત્સાહિત સાબિત થઈ છે. ૧૯૯૬થી ગુજરાતમાં ભાજપનું શાસન છે. પ્રત્યેક ચૂંટણીઅો પછી રાજયમાં ભાજપના મૂળીયા ઉંડા અને વધુ મજુબત બનતા રહયા છે. રાજયની જનતાઅે સતત ભાજપના પોતાનો વિશ્ર્વાસ જાળવ્યો છે. તેથી વિરૂઘ્ધ કોંગ્રેસ તત ફટકા ખાતી રહી છે. વિધાનસભાની ગત ચૂંટણીને બાદ કરો તો કોંગ્રેસના ભાગે પંચાયતોથી માંડીને લોધસમા સુધી મોટાભાગે કરૂણ રકાસ જ સહેવાનો અાવ્યો છે. અે દશાૅવે છે કે રાજયની જનતામાં વિશ્ર્વાસ જગાવવામાં ભાજપની સરખામણીઅે કોંગ્રેસ કયાંય પાછળ છે. તો પછી તમારી સરકાર દરેક અવ્યવસ્થા માટે દરેક અાંદોલન માટે દરેક દુઘૅટના માટે કોંગ્રેસને જ દોષ અાપવાની ટેવ કેમ છોડી શકતી નથી ? સમગ્ર રાજયમાં જો કોંગ્રેસ અાટલા ઉગ્ર અાંદોલનો કરાવી શકે, હિંસા ભડકાવી શકે તો ચૂંટણી ન જીતી શકે ? કોંગ્રેસ પાસે અાટલું અસરકારક તંત્ર, સંગઠન, નાણાંકીય સઘ્ધરતા હોવાનું હજુ ય તમે ધારો છો ? હજુ ય તમે અેવું માનો છો કે કોંગ્રેસ રાજયમાં અાટલી શકિતશાળી છે ? રરરુરર વષૅથી રાજયમાં ભાજપની સરકાર છે. અાટલું શકિતશાળી પોલીસ તંત્ર, વહીવટી તંત્ર, જાસુસી તંત્ર સરકાર પાસે છે અને છતાંય કોંગ્રેસ તમારી સરકારની અાંખમાં ધુળ નાંખીને અાવડા મોટા કાવતરા કરી શકે છે તો અે પોલીસ તંત્ર, વહીવટી તંત્ર, જાસુસી તંત્ર શું ધોળીને પીવા માટે છે ? ગુરૂવારે રાત્રે અમદાવાદના ચાંદલોડીયા વિસ્તારમાં મોટી સંખ્યામાં ટોળા ખુલ્લી તલવારો સાથે નીકળી પડયા, તોડફોડ કરી, પરપ્રાંતીયો વિરૂઘ્ધ ઉશ્કેરણીજનક સુત્રો પોકાયાૅ અે ઘટના સરકારને ગંભીર ન લાગી ? અે વખતે જ પોલીસતંત્ર હરકતમાં કેમ ન અાવ્યું ? ઉતર ગુજરાતમાં સ્થિતિ વધુ વણસી શકે અે વિશે સીઅાઈડીઅે કોઈ માહિતી કેમ ન અાપી ? અફવાઅો ફેલાતી રોકવા ઈન્ટરનેટ બંધ કરવાનું વહીવટી તંત્રને કેમ ન સૂઝયું ? કે પછી પોલીસ, સીઅાઈડી પણ કોંગ્રેસના છે ? તમે અને તમારી સરકાર અાક્ષેપો કરે છે અે મુજબ, પરપ્રાંતીયો પર થતાં હુમલાઅો પાછળ કોંગ્રેસના ટોચના નેતાઅો જવાબદાર છે તો તેમની સામે ફરીયાદ કેમ દાખલ નથી થતી ? સરકાર તમારી છે, સતા તમારી છે તો પછી દોષિતો સામે કડક કાયૅવાહી કેમ નથી થતી ? પકડાયેલા કસુરવારોમાં કોંગ્રેસના ટોચના નેતાઅો કેમ નથી ? ઠાલા અાક્ષેપો કરવામાં અાવે છે અેટલી મકકમ કામગીરી કેમ નથી થઈ રહી ?


Advertisement