અાંધ્ર-અોરિસ્સામાં 'તિતલી' વાવાઝોડુ ત્રાટકયુ

11 October 2018 01:39 PM
India
  • અાંધ્ર-અોરિસ્સામાં 'તિતલી' વાવાઝોડુ ત્રાટકયુ

૧રપથી ૧પ૦ કિ.મી.ની ઝડપે ફુંકાતો તોફાની પવન : અનેક ભાગોમાં ભારે વરસાદ : ભૂસ્ખલનના બનાવો : ૩ લાખનું સ્થળાંતર : વ્યાપક ખાનાખરાબી સજાૅવાની અાશંકા

Advertisement

ભુવનેશ્ર્વર, તા. ૧૧ બંગાળની ખાડીમાં સજાૅયેલી લોરુપ્રેસર સિસ્ટમે વાવાઝોડાનું સ્વરૂપ પકડી લીધા બાદ અા 'તિતલી' વાવાઝોડુ અાજે અાંધ્રપ્રદેશ તથા અોરીસ્સામાં ત્રાટકયુ છે. ૧રપ થી ૧પ૦ કિલોમીટરની ઝડપે ફુંકાતા તોફાની પવન વચ્ચે વ્યાપક ખાનાખરાબી સજાૅવાની અાશંકા દશાૅવવામાં અાવી રહી છે. લાખો લોકોનું સ્થળાંતર કરવામાં અાવ્યું છે છે અને બચાવ ટુકડીઅો તૈનાત કરવામાં અાવી છે. તિતલી વાવાઝોડુ અાજે સવારે અોરિસ્સાના ગોપાલપુરના દરિયા કિનારા પર ત્રાટકયુ છે. ૧રપથી ૧પ૦ કિલોમીટરની ઝડપે તોફાની પવન સાથે ભારે વરસાદ પણ થઈ રહયો છે. કેટલાક સ્થળોઅે ભૂસ્ખલનરુભેખડો ધસી પડયાના બનાવો પણ પ્રકારમાં અાવ્યા છે. અોરિસ્સા તથા અાંધ્રપ્રદેશમાં વાવાઝોડાના પડકારને પહોંચી વળવા માટે તંત્રને બે દિવસથી અેલટૅ પર રાખવામાં અાવ્યું જ હતું અને ૧૮ જિલ્લાઅોમાં રેડ અેલટૅની ઘોષણા વચ્ચે ત્રણ લાખ લોકોનું સ્થળાંતર કરાવવામાં અાવ્યું હતું. વાવાઝોડુ જયાં ત્રાટકયુ છે તે ગોપાલપુરના નીચાણવાળા ભાગોમાં ૧૦ હજાર લોકોને સલામત સ્થળોઅે ખસેડવામાં અાવ્યા હતા. વાવાઝોડુ ત્રાટકયુ તે પૂવેૅ ગોપાલપુરમાં ૧૦ર કિલોમીટર તથા અાંધ્રપ્રદેશના કલિગપરનમમાં પ૬ કિ.મી.ની ઝડપે પવન ફુંકાતો હતો. ત્યારબાદ ૧રપથી ૧પ૦ કિ.મી.ની ઝડપે વાવાઝોડુ ત્રાટકયુ હતું. અોરીસ્સા તથા અાંધ્રપ્રદેશમાં વાવાઝોડાની ખાનાખરાબીને પહોંચી વળવા તથા રાહતરુબચાવ કામગીરી માટે અેનડીઅારઅેફની ૧૮ ટીમોને તૈનાત કરવામાં અાવી છે. બંને રાજયોમાં શુક્રવાર સુધી સ્કુલરુકોલેજોઅે બંધ રાખવાનો અાદેશ કરવામાં અાવ્યો હતો સૌથી વધુ અસરગ્રસ્ત ઉતરીય અાંધ્રપ્રદેશ તથા દક્ષિણ અોરીસ્સાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગઈરાતથી રેલ્વે સેવા પણ બંધ કરી દેવામાં અાવી હતી. જરૂર પડયે સૈન્ય મદદ લેવાની પણ તૈયારી રાખવામાં અાવી છે. અોરિસ્સામાં ગોપાલપુર તથા અાંધ્રપ્રદેશમાં શ્રીકાકુલમમાં અાજે સવારે વાવાઝોડુ ત્રાટકયુ હતું. તોફાની પવન તથા ભારે વરસાદથી ત્રણ જિલ્લાઅોમાં વિજળી અને સંચાર સેવાને અસર હોવાના પ્રાથમિક રીપોટૅ છે.


Advertisement