પેટ્રોલ વધુ 9 પૈસા મોંઘુ: ડીઝલમાં 28 પૈસાનો વધારો

11 October 2018 01:38 PM
Ahmedabad Gujarat
  • પેટ્રોલ વધુ 9 પૈસા મોંઘુ: ડીઝલમાં 28 પૈસાનો વધારો

Advertisement

રાજકોટ તા.11
પેટ્રોલ-ડીઝલના ભાવવધારામાં કોઈ રાહત ન હોય તેમ આજે બન્ને પેટ્રોલીયમ પ્રોડકટ વધુ મોંઘી થઈ હતી. પેટ્રોલમાં 9 પૈસા તથા ડીઝલમાં 18 પૈસાનો ભાવવધારો થયો હતો.
ક્રુડતેલમાં ગઈકાલે મામુલી ભાવઘટાડો હતો તથા ડોલર સામે ભારતીય રૂપિયો પણ મજબૂત થયો હતો છતાં ઘરઆંગણે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે કોઈ રાહત મળી નથી. કેન્દ્ર તથા રાજય સરકારોએ ગત સપ્તાહમાં આપેલી ટેકસરાહત ઝડપભેર ધોવાતી રહ્યાના ચિહનો છે.
રાજકોટમાં આજે પેટ્રોલનો ભાવ 9 પૈસાનાવધારાથી 79.14 હતો. જયારે ડીઝલનો ભાવ 28 પૈસાની વૃદ્ધિ સાથે 77.82 થયો હતો. પેટ્રોલ-ડીઝલ વચ્ચેના ભાવવધારાનું અંતર પણ ઝડપભેર નીચુ થઈ રહ્યું છે.
પાટનગર દિલ્હીમાં પેટ્રોલ 10 પૈસા વધીને 12.36 તથા ડીઝલ 27 પૈસા વધીને 74.62 હતું. મુંબઈમાં પેટ્રોલ 9 પૈસા વધીને 87.82 તથા ડીઝલ 29 પૈસા વધીને 78.22 થયું હતું.


Advertisement