અનિલ અંબાણીને ભાગીદાર બનાવો તો જ રાફેલનો કોન્ટ્રેકટ મળશે: ફ્રેંચ કંપની દાસોલ્ટના દસ્તાવેજોને ટાંકી ઘટસ્ફોટ

11 October 2018 01:33 PM
India
  • અનિલ અંબાણીને ભાગીદાર બનાવો તો જ રાફેલનો કોન્ટ્રેકટ મળશે: ફ્રેંચ કંપની દાસોલ્ટના દસ્તાવેજોને ટાંકી ઘટસ્ફોટ

ફ્રાંસની વેબસાઈટ મીડીયા પાર્ટ દ્વારા ધડાકો

Advertisement

નવી દિલ્હી તા.11
ફ્રાંસ સાથેના રાફેલ લડાકુ વિમાનના સોદાનું ભૂત ફરી ધુણવા લાગ્યું છે. ફ્રાંસની એક મીડીયા વેબસાઈટે દાવો કર્યો છે કે દસોલ્ટ એવિએશન કંપનીના આંતરિક દસ્તાવેજો દર્શાવે છે કે ફાઈટર ઉત્પાદકને રૂા.59000 કરોડના કોન્ટ્રાકટમાં અનિલ અંબાણીની રિલાયન્સ ડિસેન્સને ઓફસેટ પાર્ટનર તરીકે પસંદ કરવા અન્ય કોઈ વિકલ્પ અપાયો નહોતો.
ફ્રેંચ અન્વેષણાત્મક વેબસાઈટ મીડીયા માટે ગત મહીને ફ્રાંસના પુર્વ પ્રમુખ ફ્રાન્કોઈ હોલાન્દેને ટાંકયા હતા કે ભારત સરકારે ફ્રાંસ પર રિલાયન્સ ડીફેન્સને ઓફસેટ પાર્ટનર તરીકે ઠોકી બેસાડી હતી. આ જ વેબસાઈટે હવે દાવો કર્યો છે કે દસોલ્ટના આંતરિક દસ્તાવેજો આ જ વાત પુરવાર કરે છે. સંરક્ષણ પ્રધાન ગઈરાતે 6 દિવસની ફ્રાંસની મુલાકાતે રવાના થયા એ વખતે જ નવો ઘટસ્ફોટ થયો છે.
મીડીયા પાર્ટે દાવો કર્યો છે કે દસ્તાવેજો દર્શાવે છે કે રિલાયન્સ ડિફેન્સ સાથે જોડાણ કોન્ટ્રેકટ મેળવવા માટે વધતી શરત (ટ્રેડ ઓફ) હતી. વેબસાઈટે પોતાના દાવાના સમર્થનમાં દાસોલ્ટના ડેપ્યુટી ચીફ એકઝીકયુટીવ ઓફીસર લોઈક સેગાલેને નાગપુરમાં કંપનીના સ્ટાફ પ્રતિનિધિઓ સમક્ષ આપેલા પ્રેઝન્ટેશનને ટાંક્યું છે. અહેવાલ મુજબ રિલાયન્સ ડીફેન્સ સાથેની ભાગીદારી અપરિહાર્ય અને ફરજીયાત ગણાવવામાં આવી હતી.
અગાઉ, હોલાંદેએ વેબસાઈટ દ્વારા પોતાને ટાંકી કરાયેલા નિવેદનથી અલગ કરવા પ્રયાસ કર્યો હતો. ફ્રેંચ સરકાર અને દાસોલ્ટે પણ હોલાન્દેના દાવાને રદીયો આપી જણાવ્યું હતું કે ઓફસેટ પાર્ટનરની પસંદગીમાં બન્ને દેશોની સરકારને લેવાદેવા નથી અને એ નિર્ણય દાસોલ્ટનો છે, ભારતના સંરક્ષણ મંત્રાલયે પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેણે કયારેય કોઈ કંપનીનું નામ સોદામાં પાર્ટનર તરીકે મળ્યું નથી.


Advertisement