સાંસદો-ધારાસભ્યો સામેના પેન્ડીંગ કેસોની માહિતી આપવા રાજયોને આદેશ

11 October 2018 01:32 PM
India
  • સાંસદો-ધારાસભ્યો સામેના પેન્ડીંગ કેસોની માહિતી આપવા રાજયોને આદેશ

સર્વોચ્ચ અદાલતે બે સપ્તાહમાં વિગતો આપવા રાજયોને સૂચના આપી

Advertisement

નવી દિલ્હી તા.11
સાંસદો-ધારાસભ્યો જેવા લોકપ્રતિનિધિઓ સામેના કેસો ચલાવવા માટે ખાસ અદાલતની રચના થવાના સંકેત વચ્ચે સર્વોચ્ચ અદાલત દ્વારા સાંસદો-ધારાસભ્યો સામેના પેન્ડીંગ ફોજદારી કેસોની માહિતી મોકલવા 11 રાજયો તથા બે કેન્દ્ર શાસીત પ્રદેશોને સૂચના આપવામાં આવી છે. બે સપ્તાહમાં તમામ માહિતી રજુ કરવા કહેવાયુ છે.
સર્વોચ્ચ અદાલતે છેલ્લી સુનાવણી દરમ્યાન 19 રાજયો તથા છ કેન્દ્ર શાસીત પ્રદેશો પાસે આવી માહિતી માંગી હતી. ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ, જસ્ટીસ સંજય કીશન કોલ તથા જસ્ટીસ કે.એમ.જોસેફે સીનીયર વકીલ વિજય હંસારીની કોર્ટ મિત્ર તરીકે પણ નિયુક્તિ કરી હતી. એડીશ્નલ સોલીસીટર જનરલ એ.આર.નાડકર્ણીને તમામ માહિતી એકત્રીત કરવા એક સપ્તાહનો સમય આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે માર્ચ 2014માં ચુકાદો આપ્યો હતો તે ધોરણે એક વર્ષમાંકેસો પતાવવા માટે કેટલી ખાસ કોર્ટનું ગઠન કરવું પડે તે વિશે હંસારી અદાલતને સૂચન કરશે. માહિતી આપવા વધુ બે સપ્તાહનો સમય મેળવનારા રાજયોમાં કર્ણાટક, તામીલનાડુ, તેલંગાણા, ઉતરપ્રદેશ, ઉતરાખંડ, પશ્ર્ચીમ બંગાળ, રાજસ્થાન, ગોવા, મેઘાલય, મિઝોરમ, સિકકીમ, ચંદીગઢ તથા લક્ષદ્વીપનો સમાવેશ થાય છે.
સર્વોચ્ચ અદાલતે 12મી સપ્ટેમ્બરના આદેશમાં 19 રાજયો તથા 6 કેન્દ્ર શાસીત પ્રદેશોને રાજનેતાઓ સામેના પેન્ડીંગ કેસોની માહિતી આપવા સૂચના આપી હતી. 2014 થી 2017 દરમ્યાન સાંસદ-ધારાસભ્યોસામે નવા કેસ નોંધાયા હોય તો તેની માહિતી આપવાનો પણ આદેશ કર્યો હતો.


Advertisement