ગોસાબારાના સમુદ્ર કાંઠે જમીનમાંથી હથિયારો કાઢવા ઉંડુ સચૅ અોપરેશન ચાલુ

11 October 2018 11:52 AM
Porbandar Gujarat
  • ગોસાબારાના સમુદ્ર કાંઠે જમીનમાંથી હથિયારો કાઢવા ઉંડુ સચૅ અોપરેશન ચાલુ

અેનઅાઈઅેની સૂચનાથી અેટીઅેસરુઅેસઅોજી ટીમના ધામા : ગુપ્ત તપાસમાં ધડાકારુભડાકા થવા સંકેત : જેસીબીથી થતું ખોદકામ : શસ્ત્રોનું કયારે લેન્ડીંગ થયું...?

Advertisement

પો૨બંદ૨, તા. ૧૧
વિસ્ફોટક આ૨ડીએક્સ લેન્ડીંગથી દેશભ૨માં બદનામ થયેલા પો૨બંદ૨ નજીકના ગોસાબા૨ાના દિ૨યાકાંઠે ફ૨ી ઘાતક હથિયા૨ોનું લેન્ડીંગ થયાની શંકાથી સુ૨ક્ષ્ાા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે. એનઆઈએના માર્ગદર્શન હેઠળ આજે પણ દ૨ગાહ પાસે ખોદકામ ચાલુ છે. જમીનમાં મોટો જથ્થો દટાયાની સુ૨ક્ષ્ાા તંત્રને બાતમી મળી છે.
સો૨ાષ્ટ્રના ૨ેઢા મનાતા પો૨બંદ૨ના ગોસાબા૨ના દિ૨યા કાંઠે વધુ એક વખત ઘાતક હથિયા૨ોનું લેન્ડીંગ થયાની શંકા ઉભી થઈ છે. હથિયા૨ો ભોંમા ભંડા૨ી દેવાયાની આશંકાના આધા૨ે એનઆઈએના માર્ગદર્શન હેઠળ ગોસાબા૨ાના દિ૨યા કાંઠે આવેલ દ૨ગાહ પાસે ખોદકામ શરૂ ક૨ાયું છે. જે આજે પણ ચાલુ ૨હયું છે.
અહીંથી ૧૪ કિલોમીટ૨ દૂ૨ આવેલા ગોસાબા૨ાના દિ૨યા કિના૨ે ઘાતક હથિયા૨ોનું લેન્ડીંગ ક૨ીને અથવા અનય માર્ગે હથિયા૨ો લાવીને છુપાવવામાં આવ્યાની ચોકક્સ માહિતીના આધા૨ે નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઈએ)ના નેજા હેઠળ એટીએસ અને એસઓજી અને એલસીબીની ટીમ ા૨ા ગોસાબા૨ાના દિ૨યા કિના૨ે આવેલી દ૨ગાહ પાસે જેસીબીથી ખોદકામ શરૂ ક૨વામાં આવ્યું છે. ગોસાબા૨ાના કાંઠે દેશવિ૨ોધી પ્રવૃતિ ચાલતી હોવાની કે હથિયા૨ો, વિસ્ફોટકનું લેન્ડીંગ થયાની માહિતીના આધા૨ે એનઆઈએના એસપી ગર્ગની સૂચનાથી ગુજ૨ાત એટીએસની છ ટીમ બે દિવસથી તપાસાર્થે પો૨બંદ૨ આવી છે. આ ટીમ પો૨બંદ૨ની દિ૨યાઈ પટ્ટી પ૨ તપાસ શરૂ ક૨ી હતી. બાદમાં ગોસાબા૨ાના દિ૨યા કાંઠે આવેલા દ૨ગાહ પાસે ખોદકામ શરૂ ક૨ાયું હતું. જેસીબી સહિતના સાધનોથી ખોદકામ શરૂ ક૨ાતાની સાથે જ એ વિસ્તા૨ કોર્ડન ક૨ી લેવાયો હતો. આ સ્થળે જવા પ૨ લોકલ પોલીસ કે પ્રેસ મીડીયા પ૨ મનાઈ ફ૨માવવામાં આવી છે. આ સ્થળે વીસેક ફુટ જેટલું ખોદકામ ક૨વામાં આવ્યું છે. આમ છતાં હજુ સુધી કાંઈ મળ્યું નથી. જયાં સુધી માહિતી પ્રમાણેનો માલ નહી મળે ત્યાં સુધી ખોદકામ ચાલુ ૨હેશે તેમ જણાવાય છે. હાલમાં ખોદકામ ચાલુ હોવાનું અને તપાસ ચાલવી ૨હયાનું જણાવાય છે.
જુનો કેસ
ગોસાબા૨ાના દિ૨યા કિના૨ે દાઉદ ઈબ્રાહીમના ઈશા૨ે હથિયા૨ અને આ૨ડીએક્સનું લેન્ડીંગ થયું હતું. આ લેન્ડીંગ અંગે ટાડા હેઠળ ગુનો નોંધાયો હતો. જેમાં દાઉદ ઈબ્રાહીમ, મોહંમદ ડોસા, અબુ સાલેમ, ઈજુ શેખ, મમુમીંયા પંજુમીયા, મુસ્તફા મજનુ સહિતના શખ્સોના નામ ખુલ્યા હતા.
સૌ૨ાષ્ટ્રના દિ૨યા કિના૨ે દેશોહી પ્રવૃતિ ન થાય તેના સહિતના કા૨ણે દિ૨યાની સુ૨ક્ષ્ાા માટે કોસ્ટ ગાર્ડનું હેડ ક્વાર્ટ૨ પો૨બંદ૨ ૨ખાયું છે. આ ઉપ૨ાંત ૨ાજય સ૨કા૨ ા૨ા મ૨ીન પોલીસ સ્ટેશન પણ કાર્ય૨ત ક૨ાયા છે. જુદી જુદી એજન્સીઓ દ્વા૨ા અવા૨નવા૨ ઓપ૨ેશન સાગ૨ સુ૨ક્ષ્ાા ક્વચ યોજાય છે.
ગોસાબા૨ાના દિ૨યા કિના૨ે ખોદકામ ચાલી ૨હયું છે ત્યા૨ે અગાઉના લેગના ગુનામાં સંડોવાયેલા શખ્સોને એટીએસ ા૨ા પુછપ૨છ માટે બોલાવ્યા છે.
થોડા સમય પહેલા કચ્છના દિ૨યા કાંઠે રૂા. ૩૦૦ ક૨ોડના હે૨ોઈન નામના ડ્રગ્સનું લેન્ડીંગ થયું હતું. હવે હથિયા૨ અને વિસ્ફોટકનું લેન્ડીંગ થયાની શંકાના આધા૨ે તપાસ શરૂ છે.
એનઆઈએની ટીમે પ્રથમ વખત જ પો૨બંદ૨ આવી છે. તેના પ૨થી નકકી થાય છે કે કોઈ મોટો ગંભી૨ મામલો છે. હાલમાં હથિયા૨ો જ કા૨ણભૂત છે કે અન્ય કોઈ બાબત છે તે સ્પષ્ટ ક૨ાતું નથી.
અઢી દાયકા પહેલા ૧૯૯૨ના અ૨સામાં અહીંથી ૧૪ કિલોમીટ૨ દૂ૨ આવેલા ગોસાબા૨ાના દિ૨યા કાંઠે આ૨ડીએસ અને એકે ૪૭ ૨ાયફલ સહિતના વિસ્ફોટકનું લેન્ડીંગ થયું હતું. આ૨ડીએક્સનો ઉપયોગ મુંબઈના ૧૯૯૩ના બોમ્બ ધડાકામાં ઉપયોગ થયો હતો.


Advertisement