સ્ટેચ્યુ ઓફ યુનીટી શોમાં હાજરી આપવા યોગીને આમંત્રણ: મુખ્યમંત્રી રૂપાણી લખનૌ જશે

11 October 2018 11:46 AM
Ahmedabad Gujarat
  • સ્ટેચ્યુ ઓફ યુનીટી શોમાં હાજરી આપવા યોગીને આમંત્રણ: મુખ્યમંત્રી રૂપાણી લખનૌ જશે

દિલ્હીના સીએમ કેજરીવાલને પણ આમંત્રણ અપાશે: સાથોસાથ ઉતર ભારતીય હુમલાનું ડેમેજ કંટ્રોલ કરાશે

Advertisement

રાજકોટ: ગુજરાતમાં પરપ્રાંતીયો પર હુમલાના બિહાર અને ઉતરપ્રદેશમાં પડેલા ઘેરા પડઘામાં અને આ રાજયોના મુખ્યમંત્રીઓએ પણ ગુજરાત સરકારને જે રીતે નાગરિકોની સુરક્ષા મુદે આપેલી સલાહ બાદ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ ડેમેજ કંટ્રોલ કવાયત શરૂ કરી છે અને તેઓ લખનૌ જઈને યુપીના મુખ્યમંત્રી શ્રી યોગી આદીત્યનાથને પરિસ્થિતિ કઈ રીતે હેન્ડલ કરીને પલાયન અટકાવ્યું છે તેની માહિતી આપશે. ઉપરાંત યોગીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના તા.31ના કાર્યક્રમમાં હાજરી આપવા નિમંત્રણ પણ આપશે.
મુખ્યમંત્રીએ મંત્રીઓ તથા અધિકારીઓને વિવિધ રાજયોની મુલાકાત લઈને તા.31ના કાર્યક્રમમાં આ રાજયોના મુખ્યમંત્રીઓ હાજર રહે તે માટે આમંત્રણ આપવા જણાવ્યું છે. જયાં મુખ્યમંત્રી શ્રી રૂપાણી યુપી અને દિલ્હીના મુખ્યમંત્રીઓને મળશે તો ઉર્જામંત્રી સૌરભ પટેલ બિહારની મુલાકાત લઈને નીતીશકુમારને
આમંત્રીત કરશે. જો કે નાયબ મુખ્યમંત્રીનો કાર્યક્રમ હજુ જાહેર થયો નથી.


Advertisement