હવે જોઈ લેજો: ભારતને ટ્રમ્પની સીધી ધમકી

11 October 2018 11:41 AM
India
  • હવે જોઈ લેજો: ભારતને ટ્રમ્પની સીધી ધમકી

રશિયા સાથે સંરક્ષણ સોદાના કારણે ભારત પર પ્રતિબંધો લાદવા અમેરિકાનો સંકેત : તમે માનો છો એ કરતાં ભારતને જલ્દી ખબર પડશે

Advertisement

વોશિંગ્ટન તા.11
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે રશિયા પાસેથી એ 400 એર ડિફેન્સ સિસ્ટમની 5 અબજ ડોલરના ખર્ચે ખરીદીના કરાર પછી ભારતને શિક્ષાત્મક ‘કાટસા’ પ્રતિબંધોની ટુંકમાં જાણ થશે.
કાઉન્ટરીંગ અમેરિકાસ એડવર્સીસ-થ્રુ સેન્કસન્સ એકટ અથવા ‘કાટસા’ પ્રતિબંધો ચાલુ વર્ષે સુધારવામાં આવ્યા હતા. રશિયા પરના પ્રતિબંધમાંથી ભારતના શસ્ત્ર સોદાને મુક્તિ આપવાની સતા માત્ર ટ્રમ્પ પાસે છે.
ભારતે ગત સપ્તાહે મોસ્કો પાસેથી એલ-400 ટાઈમ્સ એર ડીફેન્સ સીસ્ટમ ખરીદવા ગત સપ્તાહે સોદો કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાર્ષિક શિખર મંત્રણા માટે વ્લાદીમીર પુટીન ભારત આવ્યા ત્યારે બન્ને દેશો વચ્ચે આ કરાર થયો હતો.
વ્હાઈટ હાઉસની ઓવલ ઓફીસમાં ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું હતું કે ભારતને જાણ થશે. તેમને ખબર નહીં પડે?
ભારત સંબંધી પ્રશ્ર્નના જવાબમાં પ્રશ્ર્ન પૂછાતા જવાબમાં તેમણે પુનરોચ્ચાર કર્યો છે કે ભારતને જાણ થશે. કયારે? એવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું. તમે જોશો. તમે માનો છો. એ કરતા જલ્દી.
ટ્રમ્પે પ્રતિબંધો બાબતે જવાબ આપ્યા ત્યારે વિદેશ પ્રધાન માઈક પોમ્પીયો પણ ત્યાં ઉપસ્થિત હતા.
પોમ્પિયો અને સંરક્ષણ પ્રધાન જેમ્સ મેટિસે અગાઉ ભારતને મુક્તિ આપવા રજુઆત કરી હતી.
ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાનથી 4 નવેમ્બર પછી ક્રુડની આયાત ચાલુ રાખનારા દેશોએ પણ અમેરિકાની નારાજગીનો સામનો કરવો પડશે.
ઉલ્લેખનીય છે કે અમેરિકાએ તાજેતરમાં ‘કાટસા’નો ઉપયોગ કરી રશિયા સાથે સંરક્ષણ સોદો કરનારા ચીન સામે પ્રતિબંધો મુકયા હતા.


Advertisement