ઉતર પુર્વના રાજયો, આંદામાનમાં ઘડીયાળનો કાંટો એક કલાક આગળ રહેશે: દેશમાં બે ટાઈમઝોન

10 October 2018 04:42 PM
India
  • ઉતર પુર્વના રાજયો, આંદામાનમાં ઘડીયાળનો કાંટો એક કલાક આગળ રહેશે: દેશમાં બે ટાઈમઝોન

સતાવાર ટાઈમકીપર દ્વારા ભલામણ

Advertisement

મુંબઈ તા.10
દેશના સતાવાર ટાઈમકીપરના વૈજ્ઞાનિક અભ્યાસ મુજબ ભારતમાં બે ટાઈમ ઝોન હોવા યોગ્ય છે. આલામ સિવાય બાકીના ઈશાન રાજયોમાં આ કારણે ઉત્પાદકતા વધશે. હાલમાં ઈન્ડીયન સ્ટાન્ડર્ડ ટાઈમ (આઈએસટી) દેશભરમાં લાગુ છે. કોર્બાર્ડીનેટેડ યુનિવર્સલ ટાઈમ (યુલીટી) કરતાં ભારતીય સમય 5.30 કલાક આગળ છે. યુકેના ગ્રીનવિકને છેદતી કાલ્પનિક દેશાંતર રેખા પર યુલીટી આધારીત છે.
દિલ્હીની નેશનલ ફિઝીકલ, લેબોરેટરી દ્વારા તૈયાર કરાયેલ અભ્યાસપત્રમાં ઉતરપુર્વના રાજયો માટે બીજો ટાઈમઝોન નકકી કરવાની શકયતા તપાસવામાં આવી હતી. પ્રકાશમય કલાકો બચાવવા પુર્વોતરમાં ટાઈમઝોન યુલીટી કરતાં 6.30 કલાક આગળ હશે.
એનો મતલબ એ થાય છે કે મેઘાલય, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, મણીપુર, મિઝોરમ, ત્રિપુરા અને આંદામાન-નિકોબાર ટાપુઓ પર ઘડીયાળ ભારતના બાકીના વિસ્તારોથી 1 કલાક આગળ રહેશે.
ઉતરપુર્વના રાજયોમાં સુર્યોદય અને સૂર્યાસ્ત ભારતના બાકીના વિસ્તારો કરતાં વહેલાં થાય છે. એ કારણે દિવસના પ્રકાશના કલાકો ગુમાવવા પડે છે. શિયાળામાં દિવસ ટુંકો થાય ત્યારે વધુ પ્રમાણમાં ઉત્પાદકતા ગુમાવવી પડે છે, અને વીજવપરાશ વધુ થાય છે. અભ્યાસ મુજબ જે બે ટાઈમઝોન નકકી કરવામાં આવે તો 2 કરોડ કિલોવોટ જેટલી વીજળી બચી શકે.


Advertisement