બેંકો દ્વારા અપાતી ફ્રી ગ્રાહક સર્વિસ પર ટેકસ વસુલાશે: રૂા.15 હજાર કરોડની નોટીસ

10 October 2018 03:00 PM
India

સરકાર દ્વારા સ્પષ્ટતા: ફ્રી સર્વિસ એ ગ્રાહક અને બેંક વચ્ચેનો પ્રશ્ર્ન: સરકાર ટેકસ વસુલશે

Advertisement

મુંબઈ તા.10
એક તરફ ભારતની બેન્કો ગ્રાહકો પાસેથી જેઓ પોતાના સેવિંગ્સ ખાતામાં લઘુતમ બેલેન્સ રાખી શકતા નથી તેઓ પાસેથી જંગી રકમની પેનલ્ટી વસુલે છે અને દર વર્ષે આ પ્રકારે પેનલ્ટીથી રૂા.8થી10 હજાર કરોડની રકમ બેન્ક ખાતેદારો પાસેથી વસુલાય છે તે વચ્ચે જ હવે જે ગ્રાહકોએ પોતાના સેવિંગ્સ એકાઉન્ટમાં મીનીમમ બેલેન્સ રાખેલ છે અને તેઓની પાસેથી પેનલ્ટી વસુલી શકાઈ નથી તે પ્રકારના ખાતાને અપાયેલી ફ્રી સર્વિસ પરનો રૂા.15 હજાર કરોડનો સર્વિસ ટેકસ જીએસટી વિભાગે ફરી એક વખત બેંક પાસે માંગતા નવો વિવાદ સર્જાયો છે. સરકારની અનુમતીથી જ આ પ્રકારનો ટેકસ વસુલાશે અને હાલમાં જ સરકારે બેંકોને છેલ્લા પાંચ વર્ષમાં આ પ્રકારે જે ફ્રી સર્વિસ આપી છે તેનો ટેકસ ચૂકવવા માટે બેંકોને આદેશ આપ્યો છે અને તેથી બેંકો પાસેથી વિલંબીત ચૂકવણી બદલ વ્યાજ અને પેનલ્ટી પેટે રૂા.35000 હજાર કરોડની રકમ બેંકોએ ભરવી પડે તેવી શકયતા છે. સૌથી વધુ મોટી ઉઘરાણી એચડીએફસી બેંક પાસે થઈ છે જેની પાસેથી રૂા.6500 કરોડ વસુલવા આઈસીઆઈસીઆઈ બેંક પાસેથી રૂા.3500 કરોડ,
એકસીસ પાસેથી રૂા.2500 કરોડની નોટીસ અપાઈ છે.
જેમાં હજુ પેનલ્ટી અને વ્યાજનો સમાવેશ થતો નથી. સરકારે ગત જુન મહિનામાં જ બેંકોને જણાવી દીધું હતું કે તેઓ ગ્રાહકોને જે ફ્રી સર્વિસ આપે છે તે બેંકનો પ્રશ્ર્ન છે. સરકાર દરેક સર્વિસ પર ટેકસ વસુલશે. આમ હવે બેંકો
આ મુદે શું વલણ અપનાવે છે તેના પર સૌની નજર છે. જો બેંકો આ રકમ ગ્રાહકો પાસેથી વસુલવાનું શરુ કરે તો બેંકીંગ ઉદ્યોગને ભારે ફટકો પડશે.


Advertisement