"#metoo': શટલર જવાલા ગુટા પણ જોડાઈ: તનુશ્રી વિવાદ મહિલા પંચમાં

10 October 2018 01:49 PM
India

હૈદરાબાદની બેડમીન્ટન સ્ટારે કહ્યું કે મારી સાથે જાતીય નહી પણ માનસિક અત્યાચાર થયો હતો: નાના પાટેકર સામેની આઠ વર્ષ પહેલાની સીને આર્ટીસ્ટ સમક્ષની ફરિયાદ સપાટી પર આવતા મામલો વધુ મજબૂત

Advertisement

નવી દિલ્હી તા.10
દેશમાં સેલીબ્રીટી મહિલાઓ પર કોઈને કોઈ સમયે થયેલા જાતીય અત્યાચાર મુદે અભિનેત્રી તનુશ્રી દતાએ પીઢ અભિનેતા નાના પાટેકર પર આરોપ લગાવ્યા બાદ જે નવેસરથી ‘
’ ઝુંબેશ શરુ થઈ છે. તેમાં હવે બેડમીન્ટન સ્ટાર જવાલા ગુપ્તા પણ જોડાઈ છે અને તેને એક ટવીટ કરીને લખ્યું છે કે તેની સાથે જો કે જાતીય દુર્વ્યવહાર થયો ન હતો. પરંતુ ચોકકસપણે તેને એક માનસીક અત્યાચારમાંથી પસાર થવું પડયું હતું અને તે પણ મારા જેવા અનેક ખેલાડીઓને સહન કરવું પડે છે. દરમ્યાન નાના પાટેકર અને અન્ય વિવાદમાં હવે મહારાષ્ટ્ર સ્ટેટ કમીશન ફોર વુમન એ નોટીસ ફટકારી છે જેમાં નાના પાટેકર ઉપરાંત કોરીયોગ્રાફર ગણેશ આચાર્ય, નિર્માતા સમી સીદીકી અને ડાયરેકટર રાકેશ સારંગનો સમાવેશ થાય છે. તનુશ્રી દતાએ પંચ સમક્ષ ફરિયાદ કરી હતી. 2008માં તનુશ્રી સાથે નાના પાટેકરે મૌખિક અને શારીરિક છેડછાડ કરી હતી અને તે વિવાદ હવે તનુશ્રીએ બહાર લાવ્યો છે. જો કે આ પ્રકારની એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે. બીજી તરફ તનુશ્રીએ 2008માં સીને એન્ડ ટીવી આર્ટીસ્ટ એસો.ને જે ફરિયાદ કરી હતી તે ફરિયાદ પણ હવે સામે આવી ગઈ છે. આમ નાના પાટેકર સામેનો કેસ મજબૂત બની ગયો છે.


Advertisement