જમ્મુ-કાશ્મીરમાં બીજા તબકકાનું મતદાન : ખીણમાં અાતંકી હુમલાની અાશંકાઅે શ્રીનગરની કિલ્લેબંધી ૩૮૪ વોડોૅની ચૂંટણી માટે ૧૦૯પ ઉમેદવારો

10 October 2018 12:56 PM
India
  • જમ્મુ-કાશ્મીરમાં બીજા તબકકાનું મતદાન : ખીણમાં અાતંકી હુમલાની અાશંકાઅે શ્રીનગરની કિલ્લેબંધી ૩૮૪ વોડોૅની ચૂંટણી માટે ૧૦૯પ ઉમેદવારો

Advertisement

શ્રીનગર, તા. ૧૦ જમ્મુરુકાશ્મીરમાં સ્થાનિક સંસ્થાઅો માટે અાજે બીજા તબકકાનું મતદાન ચાલી રહયું છે. અાતંકી હુમલાની અાશંકાઅે સુરક્ષા દળોઅે શ્રીનગરને જિલ્લામાં ફેરવી નાખ્યું છે. અહીં છ અાતંકવાદીઅો છુપાયા હોવાની બાતમી મળી હતી. મતદાન વખતે તે હુમલો કરે તેવી પણ ઈન્ટેલીજન્સ દ્વારા સુચના અાપવામાં અાવી હતી. સોમવારે થયેલા પ્રથમ તબકકાના મતદાનમાં ખીણમાં માત્ર ૮.પ% મતદાન થયું હતું. જયારે જમ્મુ અને લડાખ વિસ્તારમાં ૬પ% મતદાન થયું હતું. અાજે મતદાન શરૂ થતાં અગાઉ સુરક્ષા જવાનો અને પોલીસે શ્રીનગરમાં ઠેર ઠેર છાપા માયાૅ હતા અને સંદિગ્ધોને પકડવા અભિયાન હાથ ધયુૅ હતું. જે વિસ્તારોમાં ચૂંટણી થવાનીછે ત્યાં સૈયદ અલી ગિલાની, ઉમર ફારૂક અને યાસિન મલિકની જોઈન્ટ હુરિૅયત નેતાગીરીઅે હડતાલનું અેલાન અાપ્યું છે. સ્થાનિક સંસ્થાઅોની ચૂંટણીના બીજા દોરમાં ૧૩ જિલ્લામાં ૩૮૪ વોડૅમાં મતદાન ૧૯ રહયું છે. શ્રીનગરના તમામ ર૦ વોડૅ ઉપરાંત ઉતરી અને દક્ષિણ કાશ્મીરના ૬ જિલ્લાના ૧૧ મતદાન ક્ષેત્રોમાં ચૂંટણી યોજાઈ રહી છે. સતાવાર ૩૮૪ વોડૅની ચૂંટણી માટે કુલ ૧૦૯પ ઉમેદવારો મેદાનમાં છે. ૬પ ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ અાવ્યા છે.અેમાંથી ૬૧ કાશ્મીર ખીણના છે. ખીણમાં લગભગ ૭૦ વોડૅ છે, જયાં કોઈ ઉમેદવાર નહી હોવાથી મતદાન થશે નહી. પીપલ્સ ડેમોક્રેટીક પાટીૅ અને નેશનલ કોન્ફરન્સ પ્રાદેશિક પક્ષોઅે પહેલેથી જ અા ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી.


Advertisement