આ ભાઈએ ઉગાડયું 985 કિલોનું કોળું બન્યું વર્લ્ડ ચેમ્પિયન પમ્પકિન

10 October 2018 12:31 PM
Off-beat World
  • આ ભાઈએ ઉગાડયું 985 કિલોનું કોળું બન્યું 
વર્લ્ડ ચેમ્પિયન પમ્પકિન

Advertisement

અમેરિકાના ઓરેગોન રાજ્યના પ્લેઝન્ટ હિલ પર રહેતા કમર્શિયલ પાઈલટ સ્ટીવ ડેલટાસે ગયા વીક-એન્ડમાં યોજાયેલી 45મી વર્લ્ડ ચેમ્પિયનશિપ પમ્પકિનમાં બાજી મારી છે. આ ભાઈએ 985 કિલોગ્રામ વજનનું કોળું ઉગાડયું હતું. છેલ્લા ચાર વર્ષથી તે લગાતાર આ સ્પર્ધામાં ભાગ લે છે અને ચારેય વાર જીત્યો છે. સ્ટીવનું કહેવું છે કે કોળું કદાવર બને એ માટે તે ખાસ પ્રકારનું બીજ લાવેલો. 15 એપ્રિલે તેણે પોતાના ગાર્ડનમાં આઠ બીજ રોપેલાં. આ આઠમાંથી સૌથી મોટું કોળું છે. સ્ટીવ ભલે આ સ્પર્ધામાં જીત્યો હોય, પરંતુ વિશ્ર્વનું રેકોર્ડબ્રેક કદાવર કોળું 1179 કિલોગ્ર્રામનું નોંધાયું છે જે બેલ્જિયમના ખેડૂતે ઉગાડ્યુ હતું.


Advertisement