ગુગલ સર્ચમાં ‘તનાવ’ સૌથી વધુ: ઉંઘની સમસ્યા નંબર ટુ

10 October 2018 12:02 PM
Health
  • ગુગલ સર્ચમાં ‘તનાવ’ સૌથી વધુ: ઉંઘની સમસ્યા નંબર ટુ

સંબંધોમાં બ્રેકઅપથી માનસિક તનાવ વધે છે તેવા સંકેત

Advertisement

નવી દિલ્હી તા.10
ગુગલ સર્ચ પર જે જે બિમારી અંગે સર્ચ થયું તેમાં ‘તનાવ’ કે ‘સ્ટ્રેસ’ સૌથી પ્રથમ ક્રમે રહ્યું છે. દુનિયાના દેશો જયાં ગુગલ સર્ચ ઉપલબ્ધ છે ત્યાં આ ‘તનાવ’ શબ્દ સૌથી વધુ શોધાયો છે. મેડીકેવર હેલ્થ અમનમાં આ રસપ્રદ અમલ થયો હતો. આ શબ્દ તનાવમાં સર્ચ કરવામાં પણ એવા લોકોની સંખ્યા વધુ હતી. જેમાં સંબંધોમાં આવેલા વિવાદ કે બ્રેકઅપથી સર્જાતા તનાવ વિષે સંશોધન કરી રહ્યા હતા.
આરોગ્યની દ્રષ્ટીએ બીજો સૌથી વધુ સર્ચ થયેલો શબ્દ ‘ઉંઘ નહી આવવાની’ સમસ્યા હતી જેનાથી પણ વિશ્ર્વના કરોડો લોકો પીડાઈ રહ્યા છે. જયારે બાદના સર્ચમાં પાચન સંબંધી બિમારીનો જેને ‘ડાઈજેશન’ કરે છે તેનો સમાવેશ થાય છે અને આ પણ એક રોગ બની ગયો હોવાનો સંકેત છે.


Advertisement