સીબીઆઈ વડા અરુણ શૌરી અને પ્રશાંત ભૂષણની મુલાકાતથી સરકાર ચોંકી

10 October 2018 11:59 AM
India
  • સીબીઆઈ વડા અરુણ શૌરી અને પ્રશાંત ભૂષણની મુલાકાતથી સરકાર ચોંકી

શા માટે તપાસ એજન્સીના વડા સરકાર વિરોધીને મળ્યા! રાફેલ સોદામાં ભ્રષ્ટાચારના પુરાવા પણ આવ્યા

Advertisement

નવી દિલ્હી: હાલ આંતરિક વિખવાદમાં ફસાઈ ગયેલી કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈ હવે એક નવા વિવાદમાં ફસાઈ છે. આ તપાસ એજન્સીના વડા આલોક વર્મા અને પુર્વ કેન્દ્રીય મંત્રી અરુણ શૌરી તથા જાણીતા એવીવીસ્ટ પ્રશાંત ભૂષણની મુલાકાતથી સરકારના ભવા ઉંચકાયા છે અને ટુંક સમયમાં જ વર્મા પર સરકારની બફગી ઉતરે તેવી ધારણા છે. સામાન્ય રીતે સીબીઆઈ વડા કોઈ રાજકીય મુલાકાત આપતા નથી. ભ્રષ્ટાચાર કે અન્ય સંબંધી પુરાવા જે અવારનવાર રાજકીય પક્ષો કે નેતાઓ દ્વારા આપવામાં આવે છે તે સ્વીકારવા સીબીઆઈની એક ખાસ વ્યવસ્થા છે પણ સીબીઆઈ વડા સાથે સીધી મુલાકાત થતી નથી. અત્યાર સુધીના સીબીઆઈ વડાએ હજું આ પ્રકારની મુલાકાત આપી નથી પણ આલોક વર્માએ સરકારને માટે મુશ્કેલી બની ગયેલા રાફેદ સોદામાં જે ભ્રષ્ટાચારનો આરોપ મુકે છે તેને સંબંધીત દસ્તાવેજો લઈને અરુણ શોરી અને પ્રશાંત ભૂષણ ને મળવા આવવા વર્માએ મંજુરી આપી અને દસ્તાવેજો સ્વીકાર્યા હતા. જેનાથી સરકાર ચોંકી ઉઠી છે. સીબીઆઈમાં હજું ગુજરાત કેડરમાંથી ગયેલા અધિકારી રાકેશ અસ્થાના અને વડા આલોક વર્મા વચ્ચે તકરાર ચાલે છે અને બન્ને એકબીજા સામે આક્ષેપો કરી ચૂકયા છે તે વચ્ચે વર્માની આ હરકતથી નવો વિવાદ સર્જાશે.


Advertisement