ટ્રમ્પને વધુ એક આંચકો: નીકકી હેલીનું રાષ્ટ્રસંઘ પ્રતિનિધિપદેથી રાજીનામુ

10 October 2018 11:58 AM
India
  • ટ્રમ્પને વધુ એક આંચકો: નીકકી હેલીનું રાષ્ટ્રસંઘ પ્રતિનિધિપદેથી રાજીનામુ

અમેરિકામાં પણ સગાવાદ : ટ્રમ્પ હવે પુત્રી ઈવાન્કા કે જમાઈ કુશનેરને પસંદ કરે તેવા સંકેત

Advertisement

ન્યુયોર્ક:
સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાતેના અમેરિકાના સ્થાયી પ્રતિનિધિ નીકી હેલીએ આ પદ પરથી રાજીનામુ આપી દીધું છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે 24 કલાક પુર્વે જ હેલીએ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત લીધી હતી અને બાદમાં રાજીનામુ આપી દીધુ છે. તેઓના હોદાની મુદત 6 માસ પછી પુરી થઈ રહી હતી.
છેલ્લા કેટલાક સમયથી ટ્રમ્પ શાસનના લોકો રાજીનામા આપી રહ્યા છે તેમાં હેલીનું નામ પણ જોડાયુ છે. સંયુક્ત રાષ્ટ્રસંઘમાં અમેરિકાના કાયમી પ્રતિનિધિ બનતા પુર્વે નકકી હેલી દક્ષિણ કારોલીનાના ગવર્નર હતા અને બે વખત તેઓ આ પદ પર જીત્યા હતા. જો કે હેલીએ પોતે 2020ની અમેરિકી પ્રેસીડેન્ટ પદની ચૂંટણી રેસમાં હોવાનો ઈન્કાર કર્યો હતો અને કહ્યું કે તેઓ ટ્રમ્પના વિજય માટે જ કામ કરશે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ હેલીની કામગીરીની પ્રશંસા કરતા કહ્યું કે તેઓ ગમે ત્યારે સરકારમાં અન્ય કોઈ મહત્વપૂર્ણ હોદા સાથે આવી શકે છે. હેલીએ વ્હાઈટ હાઉસમાં પ્રમુખની નજીક જ બેસીને તેના રાજીનામાને લગતા પ્રશ્ર્નોના જવાબ આપ્યા હતા અને કહ્યું કે મારા માટે આ સમય છે જવાનો... ટ્રમ્પે પણ હેલીની ભૂમિકાની પ્રશંસા કરી હતી. પદ પર બેસાડી શકે છે. જો કે અન્ય નામ પણ છે નકકીએ ઈવાન્કાને એક ‘મિત્ર’ અને તેના પતિને એક છૂપી પ્રતિભા ગણાવ્યા હતા.
z`


Advertisement