પરપ્રાંતિયો સામે ભડકાઉ કોમેન્ટવાળા 120 સોશ્યલ મીડીયા એકાઉન્ટનો પતો મળ્યો

10 October 2018 11:41 AM
Ahmedabad Gujarat
  • પરપ્રાંતિયો સામે ભડકાઉ કોમેન્ટવાળા 120 સોશ્યલ મીડીયા એકાઉન્ટનો પતો મળ્યો

સાઈબર પોલીસે અકકલ વાપરી યુઝર્સને પકડી પાડયા

Advertisement

અમદાવાદ તા.10
ઉતરપ્રદેશ અને બિહારના લોકો સામે ભડકાઉ કોમેન્ટ અથવા વિડીયો પોસ્ટ કરનારા 120 લોકોને પોલીસ સાઈબર સેસ દ્વારા ઓળખી કાઢવામાં આવ્યા છે એ ઉપરાંત પોલીસે વધુ 30 સોશ્યલ મીડીયા એકાઉન્ટના આઈપી એડ્રેસ માંગ્યા છે.
ડીસીપી રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે ઉપરથી આદેશ મળ્યા પછી સોશ્યલ મીડીયા પર ઉશ્કેરણીજનક કોલેજીસ ફેલાતા અટકાવવા પોલીસે સોશ્યલ મીડીયા ઈન્ટેલીજન્સ ટેકનીક અને ડૂલનો ઉપયોગ કર્યો હતો.
ઝાલાએ જણાવ્યું હતું કે વિપુલ ઠાકોર નામની પ્રોફાઈલ જેવા ઓપરેટર્સની ઓળખી શકાય તેવી કોઈ વિગતો નહોતી, એથી નવતર માધ્યમોથી એનો પતો મેળવાયો હતો. વિપુલ ઠાકોરની પ્રોફાઈલ હાથ લાગવાનું કારણ એ હતું કે તેણે પોતાના મોટરસાયકલના નંબર તેના ફ્રેન્ડસ લિસ્ટમાં સામેલ એક યુવતી સાથે શેર કર્યા હતા. તેવી જ રીતે સાચરિયા ઠાકોર નામની એક વ્યક્તિએ તેનું બીઝનેસ કાર્ડ ફ્રેન્ડને મોકલ્યું હતું એ કારણે પોલીસ તેને શોધી શકી હતી.
પરપ્રાંતીયો સામે ઉશ્કેરણીજનક ક્ધટેન્ટ પોસ્ટ કરનારી વધુ 70 પ્રોફાઈલ્સ યુઝર્સ સામે તપાસ થઈ રહી છે. ધરપકડ કરાયેલાઓમાં ધોળકા ઠાકોર સેનાના અધ્યક્ષ મહેશ ઠાકોર અને અન્યોનો સમાવેશ થાય છે અને આ બધા ઠાકોર સંગઠનો સાથે જોડાયેલા છે.


Advertisement