બ્રહ્મોસ મિસાઈલ ડેટાલીકમાં પણ હની ટ્રેપ: એન્જીનીયર ફસાઈ ગયો હતો

10 October 2018 11:37 AM
India
  • બ્રહ્મોસ મિસાઈલ ડેટાલીકમાં પણ હની ટ્રેપ: એન્જીનીયર ફસાઈ ગયો હતો

પાક જાસૂસોએ નેહા-પુજા નામની યુવતીના એકાઉન્ટથી નિશાંતને લલચાવી જાસૂસી કરવા મજબૂર કર્યો

Advertisement

નવી દિલ્હી: દેશના સૌથી મહત્વાકાંક્ષી બ્રહ્માંસ સુપર સોનિક મિસાઈલ પ્રોજેકટમાં કામ કરતા એરોસ્પેસ એન્જીનીયર નિશાંત અગ્રવાલની પાક વતી જાસૂસી પ્રકરણમાં ધરપકડમાં ‘હની-ટ્રેપ’ હોવાનું જાહેર થયુ છે. આ એન્જીનીયર્સ તેના ફેસબુક એકાઉન્ટમાં નેહા શર્મા અને પૂજા રંજન નામની બે યુવતીઓ સાથે સંપર્કમાં આવ્યો હતો. વાસ્તવમાં આ બન્ને એકાઉન્ટ ફેક હતા અને તે પાક જાસૂસી એજન્સી જ હેન્ડલ કરતી હતી. મહારાષ્ટ્ર એટીએમ દ્વારા નિશાંતને અદાલતમાં રજુ કરાયા બાદ તેને ત્રણ દિવસના રીમાન્ડ પર અપાયો જે ટ્રાન્પીસ્ટ રીમાન્ડ છે. યુપી અને મહારાષ્ટ્ર પોલીસ સંયુક્ત રીતે તેની તપાસ ચલાવે છે અને વર્ધા રોડ પરના બ્રહ્મોસ સેન્ટર પરથી નિશાંતની ધરપકડ કરવામાં આવી હતી તે બ્રહ્મોસ મિસાઈલના મહત્વપૂર્ણ ડેટા લીક કરતો હતો. નિશાંત એ તેના એફ બી એકાઉન્ટની આ યુવતીઓના એકા. પર ફસાયો હતો. વાસ્તવમાં તેને ખ્યાલ ન હતો કે તે પાક જાસૂસી જાળમાં ફસાયો છે. તેના લેપટોપમાંથી એટીએસને અનેક ગુપ્ત જાણકારી મળી છે. આ તમામ બ્રહ્મોસ પ્રોજેકટની રેડમાર્કની હતી જે પ્રોજેકટ બહાર શેર કરવાની ન હતી અને તે પર્સનલ ડેટા તરીકે પણ રાખવાની મંજુરી હોતી નથી.


Advertisement