વધુ સિંહોમાં હજુ ઘાતક વાયરસ મૌજુદ

10 October 2018 11:29 AM
Gujarat
  • વધુ સિંહોમાં હજુ ઘાતક વાયરસ મૌજુદ

ગીરના સિંહો પરનો ખતરો હજુ ટળ્યો નથી: રીપોર્ટ : ‘સ્ટેમ્પલ ડિસ્ટેમ્પર’ બિમારી સર્જતા એકટીવ ડિસીસીસ-ટ્રાન્સમીશન વાયરલ 21 સિંહોમાં દેખાયા: પુનાની વાયરોલોજી લેબનો રીપોર્ટ

Advertisement

રાજકોટ: ગીર તથા તેની આસપાસ સૌરાષ્ટ્રના અમરેલી જીલ્લા સુધી ફેલાયેલા સિંહોમાં અચાનક જ દેખાયેલા અને 23 સિંહોના મોતનું કારણ બનનાર વાયરસ જેને ‘એક્ટીવ ડિસીસ ટ્રાન્સમીશન’ તરીકે ઓળખવામાં આવે છે તે હજુ પણ અનેક સિંહોમાં મૌજૂદ છે. મતલબ કે ખતરો હજું ટળ્યો નથી. આ વાયરસથી આફ્રિકાના જંગલમાં 30% સિંહોએ જીવન ગુમાવ્યા હતા અને ગીરના જંગલમાં ‘તંદુરસ્ત’ જાહેર થયેલા સિંહોને અલગ કરાયા છે. પરંતુ તેમાં હજું આ વાયરલ મૌજૂદ છે. ગુજરાતમાં તા.12 સપ્ટે. સુધીમાં 23 સિંહોના મોત થયા છે. જેમાં 11 તો આ સીડીપી તથા પ્રોટોન્જોઆ ઈન્ફેકશનથી જ મૃત્યુ પામ્યા હોવાનું જાહેર થયું છે.
સિંહોમાં આ કેનીન ડીસ્ટેમ્પર વાયરસની માહિતી લેવા માટે મોલેકયુલર મેથોડ નામની વધુ આધુનિક પદ્ધતિ અપનાવાઈ હતી અને કુલ જે 27 સિંહો જેને અગાઉનો જસાધાર રેન્જમાંથી અલગ કરાયા છે. તેઓનો આ ટેસ્ટ કરતા 21 સિંહો હજું આ પ્રકારના વાયરસથી પિડાતા હોવાનું જણાયું છે. જેનો અર્થ એ છે કે આ વાયરસ ગીરના સિંહોમાં પ્રસરી ગયો છે. ઈન્ડીયન કાઉન્સીલ ઓફ મેડીકલ રીસર્ચ એન્ડ ઈન્સ્ટીટયુટ ઓફ વાયરોલોજી દ્વારા એક નિવેદન દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. આ સંસ્થા વાયરલ ઈન્ફેકશન માટે દેશની હાલની શ્રેષ્ઠ ઈન્સ્ટીટયુટ છે અને તે તમામ પ્રકારના બાયોમેડીકલ રીસર્ચનું સંકલન પણ કરે છે. જેમાં 27 સિંહોના નાક-મોઢાની લાળ તથા શરીરના સ્પેશીયેન લેવાયા હતા અને તે પુના લેબ ખાતે ટેસ્ટીંગમાં મોકલવામાં આવ્યા હતા. હવે આ સિંહોને વધુ અલગ સ્થળોએ ખસેડવાની પણ આવશ્યકતા દર્શાવાઈ છે.
ઉપરાંત આ સિંહોને નવેસરથી વેકસીનેશન કરવાની પણ ભલામણ થઈ છે. આ પ્રકારના વાયરસ જંગલની આસપાસના ક્ષેત્રમાં રહેતા કુતરાઓમાં જોવા મળે છે. જે જંગલમાં શિકારના વધેલા માસ તે ખાય છે અને પછી તે વાયરસથી પીડીત થાય છે જે અન્ય પ્રાણીઓ જેમકે શિયાળ, લોમડીના શિકાર બને છે અને તે રીતે આ રોગ સિંહો સુધી પહોંચ્યો છે. આમ સરકારની ચિંતા હવે વધી છે.


Advertisement