માતા-પિતાને ભરણપોષણ નહીં ચુકવતા પુત્રને 1545 દિવસની સજા

09 October 2018 05:55 PM
Ahmedabad Gujarat
  • માતા-પિતાને ભરણપોષણ નહીં ચુકવતા પુત્રને 1545 દિવસની સજા

Advertisement

અમદાવાદ તા.9
માતા-પિતાની સેવા નહીં કરવા બદલ અને ભરણપોષણ નહીં ચુકવવા બદલ ફેમીલી કોર્ટે પુત્રને ચાર વર્ષથી અધિકની જેલસજા ફટકારી હતી.
અમદાવાદમાં રહેતા અને માતાપિતા સાથે રહેતા 45 વર્ષીય કાંતિભાઈ સોલંકીને ભરણપોષણ પેટે નાણા ચૂકવવા 2013માં આદેશ કરવામાં આવ્યો હતો. પરંતુ આદેશનું પાલન નહીં કરવા 1545 દિવસની સજા ફટકારવામાં આવી છે.
માતા જશુમતીબેનને દર મહીને રૂા.900 લેખે 24 મહિનાથી નાણા ચુકવ્યા હતા તે પેટે 735 દિવસ તથા પિતા રણછોડભાઈ સોલંકીને 30 માસથી નાણાં ન આપવા બદલ 810 દિવસની સજા કરવામાં આવી હતી.
બે પુત્રો તથા જમાઈ સાથે લાંબા વખતના વિવાદ બાદ વૃદ્ધ દંપતિએ ફેમીલી કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને સંતાનો પાસેથી ભરણપોષણની માંગ કરી હતી.
2013માં અદાલતે ડાયાભાઈ નામના પુત્રને દર મહીને રૂા.900 ચુકવવાનો આદેશ કર્યો હતો. તેના દ્વારા માતાપિતાને દર મહીને રૂા.900 આપવામાં આવતા હતા. પરંતુ સફાઈ કામદાર તરીકે કામ કરતા કાંતિભાઈ સોલંકી માતાપિતાને રૂા.900ની નિયત રકમ ચુકવતા ન હતા જેને પગલે 2015માં વૃદ્ધ દંપતિએ ફરી કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. અદાલત દ્વારા કિરીટ સોલંકીને નોટીસ ફટકારવામાં આવી હોવા છતાં હાજર થયા ન હતા. ત્યારે જેલ સજાનો હુકમ કર્યો હતો. છેલ્લા છ મહિનાથી ધરપકડ વોરંટની પણ બજવણી થતી ન હતી છેવટે તે હાથમાં આવી જતા ફેમીલી કોર્ટના પ્રિન્સીપાલ જજ એમ.જે.પરીખે 1545 દિવસની સજા અથવા 49000ની બાકી રકમ ચુકવી દેવાનો આદેશ કર્યો હતો.


Advertisement