પરપ્રાંતીયો પર હુમલા પાછળ પ્રકરણમાં અલ્પેશ ઠાકોર! દોરવણી સાબીત થશે તો કડક કાર્યવાહી

09 October 2018 05:46 PM
Ahmedabad Gujarat
  • પરપ્રાંતીયો પર હુમલા પાછળ પ્રકરણમાં અલ્પેશ ઠાકોર! દોરવણી સાબીત થશે તો કડક કાર્યવાહી

નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલનો નિર્દેશ: હિજરત રોકવાના પ્રયાસ

Advertisement

ગાંધીનગર તા.9
ગુજરાતમાં પરપ્રાંતીઓ પરના હુમલામાં રાહુલ ગાંધીના ખાસ મનાતા અલ્પેશ ઠાકોરની દોરવણી હોવાનો આડકતરો આક્ષેપ કરતા નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસના પ્રદેશ કક્ષાના નેતાઓએ હવે આક્ષેપોને બાજુએ મૂકી બહાર નીકળી મનોમંથન કરવાની જરૂર છે. પરપ્રાંતિય પરના હુમલામાં સંડોવાયેલા કોઈપણ ચમરબંધીને છોડવામાં નહીં આવે તેવો સ્પષ્ટ નિર્દેશ આપતા નીતિન પટેલે જણાવ્યું હતું કે કોઈ ચોક્કસ સંગઠન સામે પગલા ભરવાના બદલે તે સંગઠનમાં સામેલ હશે તેવા તોફાની તત્વોને શોધી કાઢીને તેમની સામે કડક પગલા ભરવામાં આવશે કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સામે આક્ષેપ કરતા નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીના ખાસ મનાતા અલ્પેશ ઠાકોરની દોરવણી હોવાનું તપાસમાં બહાર આવશે તો તેની સામે પણ સરકાર પગલાં ભરશે પરંતુ સમગ્ર મામલે કોંગ્રેસના પ્રદેશ નેતાઓએ મનોમંથન કરવાની જરૂર છે કે એક ધારાસભ્ય દ્વારા ગુજરાતની શાંતિ સલામતી નો ભંગ થતો હોય તો કોંગ્રેસે પણ આવા વ્યક્તિ સામે કડક પગલા ભરવા જોઇએ તેમ જણાવ્યું હતું આ તબક્કે હિંમતનગર પાસે બનેલી ઘટના અંગે સરકારે કરેલી કાર્યવાહી ની વિગતો આપતા નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ ને પત્ર લખ્યો છે અને ત્રણ જજની ફાળવણી કરવા ની સાથે સાથે માત્ર એક જ મહિનાની અંદર આરોપીને ફાંસી સુધીની સજા કરવા વિનંતી પત્ર લખ્યો હોવાનું જણાવ્યું હતું આ તબક્કે વિપક્ષને આડે હાથ લેતા નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે ઘટના બાદ રાજકીય પ્રક્રિયા શરૂ થઈ ગઈ અને એક જ જ્ઞાતિ અન્ય જ્ઞાતિ જાતિ સાથે ઘટનાને જોડી નિમ્નકક્ષાનું રાજકારણ ગુજરાતમાં શરૂ કરી છે ત્યારે પરપ્રાંતીઓ પર હુમલા કરીને તેમને ધમકી આપવાની ઘટના ખુબજ નિંદનીય બની ગઈ હોવાનો આક્ષેપ કર્યો હતો.


Advertisement