કોઈને ધમકી આપી હોય તો જેલમાં જવા તૈયાર: આવુ જ રાજકારણ હોય તો રાજીનામુ આપી દઈશ

09 October 2018 05:45 PM
Ahmedabad Gujarat
  • કોઈને ધમકી આપી હોય તો જેલમાં જવા તૈયાર: આવુ જ રાજકારણ હોય તો રાજીનામુ આપી દઈશ

પરપ્રાંતીયો પર હુમલાના મુદે ભીંસમાં આવેલા અલ્પેશ ઠાકોરનો દાવો

Advertisement

અમદાવાદ તા.9
ગુજરાતમાં ઉતર ભારતીયો પર હુમલાને પગલે હિજરત તથા તીવ્ર રાજકીય પ્રત્યાઘાતો વચ્ચે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ડેમેજ કંટ્રોલ શરૂ કર્યુ હોય તેમ એવો દાવો કર્યો છે કે પોતે કોઈને ધમકી આપી નથી. ધમકી આપી હોય તો સામે ચાલીને જેલમાં જવાની તૈયારી છે.
ગુરુવારથી સદભાવના ઉપવાસ શરૂ કરવાની જાહેરાત કરનાર અલ્પેશ ઠાકોરે એમ કહ્યું કે સરકાર લોકોને સુરક્ષા આપવામાં નિષ્ફળ ગઈ છે એટલે પોતાના પર આક્ષેપ કરવાની બદનામ કરવાનો પ્રયાસ કરે છે. આ પ્રકારનુ જ રાજકારણ થવાનુ હોય તો પોતે રાજીનામુ દઈ દેશે. પુત્રની બિમારીના ઉલ્લેખથી ભાવુક બની ગયેલા અલ્પેશ ઠાકોરે કહ્યું કે પરપ્રાંતીયો પર હુમલાની પોતે પણ નીંદા કરે છે. મારા પુત્ર ગંભીર છે અને તે જ મારી તાકાત છે. તેને કાંઈ થયું તો બધુય છોડી દઈશ. મારા પુત્રની જેમ અન્યના સંતાનોની તકલીફ જોઈને દુ:ખ થાય છે. પુત્ર હોસ્પીટલમાં હોવાને કારણે જ બહાર આવતો ન હતો.
અલ્પેશ ઠાકોરે કહ્યું કે ગુજરાત કોઈ એકનુ નથી. દરેકનો અધિકાર છે. અત્યાર જેવું રાજકારણ થશે તો રાજીનામુ આપી દઈશ. આ પ્રકારનુ રાજકારણ કે ધારાસભ્યપદ મંજુર નથી. બિહાર જઈને ત્યાંથી ચૂંટણી લડવાની તૈયારી છે. પોતે બિહારનો વેપારી છે અને એટલે જ ષડયંત્ર થયું છે.
તેઓએ એમ કહ્યું કે લોકોનું રક્ષણ કરવામાં રાજય સરકાર નિષ્ફળ ગઈ છે અને એટલે ઠાકોર સમાજે તમામ લોકોની રક્ષા માટે આગળ આવવુ પડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પરપ્રાંતિયો પર હુમલા અને હિજરત પાછળ કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો વિડીયો જવાબદાર ગણવામાં આવી રહ્યો છે. પરપ્રાંતીયોનો વિરોધ કરવાની શરુઆત અલ્પેશે જ કરી હતી. અલ્પેશ બિહાર કોંગ્રેસના પ્રભારી છે. હાલત વણસતા ખુદ અલ્પેશ ભીંસમાં છે.


Advertisement