પરપ્રાંતીયોના હુમલાના કારણે ગુજરાતમાં રેલવે ભરતી પરીક્ષા સામે પ્રશ્ર્નાર્થ

09 October 2018 05:39 PM
Ahmedabad Gujarat
  • પરપ્રાંતીયોના હુમલાના કારણે ગુજરાતમાં રેલવે ભરતી પરીક્ષા સામે પ્રશ્ર્નાર્થ

રેલવે બોર્ડ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે

Advertisement

અમદાવાદ તા.9
સાબરકાંઠા જીલ્લામાં 28 સપ્ટેમ્બરે 14 માસની માસુમ પર દુષ્કર્મની ઘટના બાદ રાજયમાં પરપ્રાંતીયો પરના હુમલાની શ્રેણીબદ્ધ ઘટનાઓનાં પગલે રેલવે કદાચ ગુજરાતના કેટલાક કેન્દ્રો ખાતે યોજાયેલ રેલવે ભરતી પરીક્ષાઓ મુલત્વી રખાય તેવી શકયતા છે.નોર્ધર્ન રેલ્વેના બીપીઓ યંગરાજ મોરને જણાવ્યું હતું કે અત્યાર સુધી અમને ઉમેદવારો તરફથી રજુઆત મળી છે. પરીક્ષાર્થીઓ જે પરીક્ષામાં બેસવા અશક્તિમાન બનશે તો પરીક્ષા મોકુફ રાખવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે રેલવે બોર્ડ ગુજરાતની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. ગત મહિને રેલવે રિક્રુટમેન્ટ વર્ગને કેરળમાં પૂરના કારણે અને ઓરિસ્સામાં આદિવાસી બંધના કારણે પરીક્ષા મુલત્વી રાખવી હતી.


Advertisement