જાન્યુઆરી 2019માં યોજાશે વાઇબ્રન્ટ ગુજરાત : સમિટનો લાભ લેવા રાજકોટ ચેમ્બરનો અનુરોધ

09 October 2018 03:28 PM
Rajkot Gujarat
  • જાન્યુઆરી 2019માં યોજાશે વાઇબ્રન્ટ ગુજરાત : સમિટનો લાભ લેવા રાજકોટ ચેમ્બરનો અનુરોધ

Advertisement

રાજકોટ તા.9
આગામી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2018માં એમએસએમઇ ઉદ્યોગો ભાગ લઇ શકે તે માટે સ્ટોલ ભાડામાં રાહત મળતા ઉદ્યોગોને આ સમિટનો લાભ લેવા રાજકોટ ચેમ્બર દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ ગુજરાત સરકાર દ્વારા આગામી જાન્યુઆરી 2019માં વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન કરવામાં આવનાર છે. તેમાં રાજયના ઔદ્યોગીક વિકાસમાં લઘુ અને મઘ્યમ કક્ષાના એમએસએમઇ ઉદ્યોગોનું પણ આગવું યોગદાન રહ્યું છે. ત્યારે આ એમએસએમઇ ઉદ્યોગો વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં જોડાઇ તેમના ઉદ્યોગનો વધુ વિકાસ સાધી શકે તે માટે સરકાર દ્વારા તથા ગુજરાત એમએસએમઇ કમિશ્નરેટ દ્વારા આ કક્ષાના યુનિટો આ સમિટમાં ભાગ લેવા માંગતા હશે તેઓના ઔદ્યોગીક વિકાસને ઘ્યાનમાં લઇ તેઓને વાઇબ્રન્ટ સમિટ-2018માં ઘણી મોટી રાહત આપવામાં આવી છે અને તેઓ માટે સ્ટોલ રેન્ટ રૂા.2500/- સ્કવેરમીટર રાખવામાં આવેલ છે. તેની જાણ ચેમ્બરને કરેલ છે. તો આ સમિટમાં એમએસએમઇ ઉદ્યોગો વધારેમાં વધારે લાભ લે તેવો અનુરોધ કરવામાં આવેલ છે.


Advertisement