અમેરિકામાં ખૂલ્યું ઓટોમેટેડ ફાર્મ: પાકની વાવણીથી લણણી સુધીનું કામ કરે છે રોબો

09 October 2018 01:33 PM
Technology India
  • અમેરિકામાં ખૂલ્યું ઓટોમેટેડ ફાર્મ: પાકની વાવણીથી લણણી સુધીનું કામ કરે છે  રોબો

Advertisement

અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના સેન કાર્લોસમાં ખેતીમાં ક્રાંતિ લાવી દે એવું હાઈ ટેક મશીનરીથી સજ્જ ફાર્મ શરૂ થયું છે. આ ફાર્મ એક વેરહાઉસની અંદર છે અને એમાં તમામ કામ રોબો દ્વારા થાય છે. મોટાભાગે ખેતર એટલે માટીમાં કામ કરતા મજૂરોનું દૃશ્ય હોય એવું ધારી લેવામાં આવે છે પરંતુ આ ફાર્મમાં માટીનો એક કણ પણ નથી. તમામ પાક હાઈડ્રોપોનિકસ પદ્ધતિથી ઉગાડવામાં આવે છે. આ પદ્ધતિમાં પાણીમાં જ છોડ ઉગાડાય છે. પાણીમાં જરૂરી માત્રામાં પોક્ષક તત્ત્વો ઉમેરવામાં આવે છે જે છોડને વિકસાવવામાં મદદરૂપ થાય છે. ફાર્મની બીજી ખાસિયત એ છે કે અહિં કોઇ માણસ મજૂરી કરતો દેખાશે નહિં. કૂંડામાંં છોડ રોપવાનું, જરૂરી માવજત કરવાનું તમામ કામ એન્ગસ નામના રોબો દ્વારા થાય છે. પાક તૈયાર થઈ જાય પીછથી આ જ રોબો લણણી કરવાનું કામ પણ જાતે જ કરે છે. ખેતીલાયક જમીનની અછત અને ખેતરમાં કામ કરનારા મજૂરો શોધવાની અગવડ બન્ને પ્રોબ્લેમ સોલ્વ થઇ જાય છે. આ રોબોમાં ખાસ હાથા હોય છે જેની અંદર કેમેરા ફિટ કરેલા છે.હાલમાં આ કંપની ઓટોમેટેડ ર્ફામમાં સેલડ માટેની શાકભાજીઓ જ ઉગાડી રહી છે. આ શાકભાજીઓ ઉગાડીને પેક કરવા સુધીનું કામ મશીન દ્વારા થાય છે.


Advertisement