પરપ્રાંતિયો પર હુમલામાં અલ્પેશ ઠાકોર કે ઠાકોર સેના નથી: શક્તિસિંહ વ્હારે

08 October 2018 05:37 PM
Ahmedabad Gujarat
  • પરપ્રાંતિયો પર હુમલામાં અલ્પેશ ઠાકોર કે ઠાકોર સેના નથી: શક્તિસિંહ વ્હારે

કોંગી નેતા વિરુદ્ધ ભાજપ સરકારનું ષડયંત્ર હોવાનો આક્ષેપ

Advertisement

કોંગ્રેસના સીનીયર નેતા શક્તિસિંહ ગોહીલે આજે એવો આક્ષેપ કર્યો હતો કે પરપ્રાંતીયો પર હુમલાની ઘટનામાં કોંગ્રેસના અલ્પેશ ઠાકોરનું નામ ઈરાદાપૂર્વક ઉછાળવામાં આવી રહ્યું છે અને તે પાછળ ભાજપ સરકારનું ષડયંત્ર છે. હુમલા કે હિંસામાં અલ્પેશ ઠાકોર કે ઠાકોર સેનાની કોઈ ભૂમિકા ન હોવાનો દાવો કરતા તેઓએ કહ્યું કે સરકારની નિષ્ફળતા છુપાવવા માટે કોંગ્રેસ નેતા તરફ આંગળી ચિંધવામાં આવી રહી છે. આ ભાજપનું ષડયંત્ર છે.


Advertisement