ટ્રમ્પે હાથ મિલાવ્યા અને પાકિસ્તાનના વિદેશ મંત્રીએ ફાંકો માર્યો કે બેઠક યોજાઇ

27 September 2018 06:17 PM
India
  • ટ્રમ્પે હાથ મિલાવ્યા અને પાકિસ્તાનના વિદેશ મંત્રીએ ફાંકો માર્યો કે બેઠક યોજાઇ

પાક સરકારના દાવાને અમેરીકી વિદેશ મંત્રાલયે કલાકમાં તોડી પાડયો

Advertisement

ન્યૂયોર્ક તા.27
હાલ સંયુકત રાષ્ટ્રસંઘની યોજાઇ રહેલી બેઠકમાં પાકિસ્તાન માટે ફરી એક વખત સંકોચની સ્થિતિ બની છે. આ બેઠકમાં અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિવિધ દેશોના પ્રતિનિધિઓને મળી રહ્યા છે. જેમાં તેઓ અગાઉ ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને પણ મળ્યા હતા. જયારે ગઇકાલે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહમહેમુદ કુરેશીને સિકયુરીટી કાઉન્સીલની બેઠકના ખંડ બહાર ટ્રમ્પ અને કુરેશી સામસામા થઇ ગયા હતા અને ટ્રમ્પે ફકત શુભેચ્છા ખાતર કુરેશી સાથે હાલ મિલાવ્યા પરંતુ પાકિસ્તાનની સરકારે એવો દાવો કર્યો કે ટ્રમ્પ અને કુરેશી વચ્ચે ઔપચારીક બેઠક યોજાઇ હતી અને તેમાં બંને દેશોના સંબંધને પુન: સ્થાપિત કરવા માટેની ચર્ચા થઇ હતી.
આમ પાકિસ્તાને એવુ દ્રશ્ય ઉભુ કરવા પ્રયત્ન કર્યો કે ટ્રમ્પ અને કુરેશી વચ્ચે મંત્રણા થઇ હતી. પરંતુ થોડા જ કલાકોમાં અમેરીકી વિદેશ વિભાગે જાહેર કર્યુ કે તે ફકત ઔપચારીક હેન્ડ શેઇક જ હતા અને કોઇ મુલાકાત કે કોઇ ચર્ચા થઇ ન હતી.
રાષ્ટ્રસંઘમાં આવેલા વિદેશી પ્રતિનિધિઓ સાથે પ્રમુખ ટ્રમ્પે ભોજન લીધુ હતુ અને તે દરેક વર્ષની પરંપરા છે. પાકિસ્તાન કે કોઇ એક રાષ્ટ્રના પ્રતિનિધિ માટે આ ભોજન યોજાયું ન હતું. પરંતુ તમામ દેશોના પ્રતિનિધિ હાજર હતા. કુરેશીએ તો ત્યાં સુધી કહી દીધુ કે અમેરીકાના પ્રમુખે બંને દેશોના સંબંધોને પુન: મજબૂત બનાવવાની ઇચ્છા વ્યકત કરી છે. પરંતુ અમેરીકી વિદેશ વિભાગે આવી કોઇ વાતને સમર્થન આપ્યું નથી. અગાઉ ટ્રમ્પે આવી જ રીતે સુષ્મા સ્વરાજ સાથે મુલાકાત કરી હતી.


Advertisement