રાફેલ વિવાદમાં રાહુલની હવા કાઢી નાખતા પવાર: મોદીના ઈરાદામાં શંકા કરવી જોઈએ નહીં

27 September 2018 06:14 PM
India
  • રાફેલ વિવાદમાં રાહુલની હવા કાઢી નાખતા પવાર: મોદીના ઈરાદામાં શંકા કરવી જોઈએ નહીં

સોદાની વિગતો જાહેર કરવાની રાહુલની માંગમાં ઔચીત્ય નથી

Advertisement

નવી દિલ્હી તા.27
ફ્રાંસ સાથેના રાફેલ સોદામાં વડાપ્રધાન સામે આક્રમક ઝુંબેશ ચલાવી રહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને વિપક્ષના અન્ય નેતાઓ તરફથી પીઠબળ મળ્યુ નથી. સપાના અખિલેશ યાદવ અથવા બસપાના માયાવતીએ આ મુદે લગભગ મૌન સેવ્યુ છે. પશ્ર્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી, નરેન્દ્ર મોદી સામે અન્ય મુદે આગ ઓકી રહ્યા હોવા છતાં રાફેલ મુદે તેમણે વડાપ્રધાનની સતત ટીકા કરી નથી.
હવે દેશના પીઢ અને ખંધા રાજકારણી મનાતા એનસીપીના નેતા શરદ પવારે ખુલ્લેઆમ વડાપ્રધાનનું સમર્થન કરી રાહુલ ગાંધીને મોટો ઝટકો આવ્યો છે.
તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાનના ઈરાદા વિષે તેમને લેશમાત્ર આશંકા નથી.દેશના સંરક્ષણ પ્રધાન તરીકે પણ જવાબદારી અદા કરી ચૂકેલા પવારે એક મરાઠી ન્યુઝ ચેનલને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે રાફેલ સોદાની કિંમત જાહેર કરવાની કોંગ્રેસની માંગણીઓ ઔચીત્ય નથી. જો કે તેમણે જણાવ્યું હતું કે સરકાર ફાઈટર પ્લેનની કિંમત જાહેર કરે તો એથી દેશની સુરક્ષાને અસર થાય તેમ નથી.
તેમણે જણાવ્યું હતું કે વ્યક્તિગત રીતે મને લાગે છે કે લોકોને વડાપ્રધાન મોદીના ઈરાદા પર શંકા નથી. સંરક્ષણ પ્રધાન નિર્મળા સીતારમણે જે રીતે સરકારનો પક્ષ રજૂ કર્યો એથી લોકોના મનમાં દુવિધા ઉભી થઈ હતી.


Advertisement